દેશનો ઉત્તર... મોદી પ્રદેશ ... અને આ ભાસ્કરે કહ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: . ત્રણ વર્ષ બાદ ફરી એક વખત જનતાએ મોદીને અને મોદીએ દેશને ચોંકાવી દીધા. 5માંથી 2 રાજ્યોમાં ઐતિહાસિક બહુમત અને મણિપુરમાં પહેલી વખત બહુમત સુધી પહોંચીને સ્પષ્ટ કરી દીધું કે દેશમાં હજી પણ મોદી લહેર છે. ઉ.પ્ર.માં જે વિજય મળ્યો, છે તેવો તો 1991ની રામલહેર (ત્યારે 221 બેઠકો) અને 1980ની ઈન્દિરા લહેર (કોંગ્રેસને 309 બેઠક)માં પણ નહોતો મળ્યો. ભાજપ અને ગઠબંધનને ઉ.પ્ર.માં 324 બેઠકો મળી. કોંગ્રેસની ખુશીનું કારણ માત્ર પંજાબ રહ્યું.
 
પરિણામોએ આ કહ્યું...
સૌથી સરપ્રાઈઝિંગ સમાચાર
-ભાજપમાં જોડાયેલા અન્ય પક્ષોના 85% થી વધુ બળવાખોર ઉમેદવારો જીત્યા. આવું પહેલી વખત થયું.
-માયાના ગઢની દલિત બહુમતવાળી 67 બેઠકો, અખિલેશના યાદવલેન્ડની 52 બેઠકો ભાજપને.
-67 એવી જગ્યાઓ પર પણ ભાજપ જીત્યો, જ્યાં આઝાદી બાદથી તે બીજા નંબર પર પણ નહોતો.
-પરિવારવાદ ભાજપમાં સફળ. 12 નેતાઓના પરિવારજનોને ટિકિટ મળી હતી, 10 જીતી ગયા.

-કલંકિતઃદુષ્કર્મના આરોપી ગાયત્રી પ્રજાપતિ અમેઠીથી હાર્યા. અતિક અહેમદ, અજય રાય જેવા બાહુબલી હાર્યા, પરંતુ મુખ્તાર અંસારી, રાજા ભૈયા જીત્યા
-પરિવારવાદઃ મુલાયમની પુત્રવધુ અને લાલુનો જમાઈ હાર્યા, રાજનાથ, લાલજી ટંડનના પુત્ર જીત્યા.
-ગઢમાં ભાજપ બનારસની બધી જ 8 બેઠકો જીત્યો. કોંગ્રેસની અમેઠી-રાયબરેલીમાં ભાજપ 3-3 બેઠકો જીત્યો. 5 વર્ષ બાદ અયોધ્યામાં ફરી કમળ ખીલ્યું.
-પક્ષબદલુઃ ઉ.પ્ર.માં સપાના અંબિકા બસપમાં આવીને હાર્યા. કોંગ્રેસના રીટા બહુગુણા ભાજપમાં આવીને જીત્યા. ઉત્તરાખંડમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા 14 નેતા જીત્યા. પંજાબમાં સિદ્ધુ જીત્યા.

-હારીને ચોંકાવ્યા
ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરિશ રાવત હરિદ્વાર અને કિચ્છા બંને બેઠકો પર હાર્યા. પંજાબમાં અમરીન્દર સિંહ લાંબી બેઠકથી પ્રકાશસિંહ બાદલ સામે હારી ગયા.

ગોવામાં ભાજપ 17 વર્ષ જૂનો ટ્રેન્ડ તોડવામાં ચૂક્યો, ત્રિશંકુની સંભાવના
ભાજપ સતત બીજી વખત ગોવામાં બહુમત મેળવી શકી નહીં. 2000 બાદ ગોવામાં પહેલી વખત એવું થયું કે કોઈ પક્ષને સતત બીજી વખત તક મળી. અહીં પર્રિકરની પ્રતિષ્ઠા દાવ પર હતી.

મણિપુરમાં ભાજપ 250 ટકા વધી
મણિપુરમાં ભાજપે 21 બેઠકો જીતી. અગાઉ તેની પાસે 2000માં 6 બેઠક હતી. એટલે કે 17 વર્ષમાં 250 ટકાનો વધારો થયો. ઉપવાસથી ચર્ચાસ્પદ ઈરોમ શર્મિલાને માત્ર 90 મત જ મળી શક્યા.

કેજરી... પંજાબ-ગોવામાં ફેલ
કેજરીવાલના પંજાબમાં 100 બેઠકો અને ગોવામાં પૂર્ણ બહુમતના દાવા હતા. પરંતુ પંજાબમાં તો માંડમાંડ બીજા નંબર સુધી પહોંચ્યા. ગોવામાં તો ખાતુ પણ ખોલાવી શક્યા નહીં.
 
ભાજપ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં જીત્યો, પહેલી વખત મણિપુરમાં 21 બેઠકો જીતીને ચોંકાવ્યા, કોંગ્રેસને પંજાબ મળ્યું, ગોવામાં ત્રિશંકુ
રામલહેર પર ભારે મોદી લહેર-1991ની રામ લહેરથી 91 બેઠકો વધુ, 1980ની ઈન્દિરા લહેરથી 3 બેઠકો વધુ
-પહેલીવાર કોઈ પક્ષને 300+ બેઠકો, 37 વર્ષ પહેલાં જનતા પાર્ટીને 352 મળી હતી, જ્યારે ઉત્તરાખંડ-યુપી એક હતાં
- 25 વર્ષ બાદ સપા 50થી નીચે, 26 વર્ષ બાદ માયા 20 બેઠકથી નીચે પહોંચી, બસપના 97માંથી 90 મુસ્લિમ હાર્યા
આગળ વાંચો, વધુ વિગતો
અન્ય સમાચારો પણ છે...