કાશ્મીરઃ ઘરમાં છુપાઈને ફાયરિંગ કરનાર 2 આતંકી ઠાર, ઘૂસણખોરી નિષ્ફળ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગરઃ પાકિસ્તાન તરફથી આતંકવાદીઓ સતત ઘૂસણખોરીના પ્રયાસો કરી રહ્યા છે. ચાર દિવસમાં ઘૂસણખોરીનો ત્રીજો મામલો સામે આવ્યો છે. શુક્રવારે સવારથી કાશ્મીરના સોપોર ક્ષેત્રમાં સુરક્ષા દળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. મળતી માહિતી આ અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર છે. એક ઘરમા બે આતંકવાદીઓ છૂપાયા હતા. ઉલ્લેખનીય છે કે, આર્મીએ અહીંયા ચાર દિવસમાં 6 આતંકવાદીઓને માર્યા છે. બે સૈનિકો પણ શહીદ થયા છે. બે વાર પહેલા પણ થઈ હતી ઘૂસણખોરી...
- આ અગાઉ કાશ્મીરમાં લાઈન ઓફ કન્ટ્રોલ પાસે કુપવાડા જિલ્લાના ટંગધાર સેક્ટરમાં ગુરુવારે આર્મીએ ઘૂસણખોરી નિષ્ફળ કરી દીધી હતી.
- સવારે સૈન્યના જવાનોએ સરહદ પર હલચલ જોઈ હતી. આતંકવાદીઓનું દળ પ્રવેશ કરી રહ્યું હતું. જવાનોએ તેમને ઘેરવાનો પ્રયાસ કર્યો અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
- બે આતંકવાદી માર્યા ગયા હતા જ્યારે અન્ય જંગલમાં છુપાઈ ગયા હતા.
- આતંકવાદીઓનાં ફાયરિંગમાં હવાલદાર પ્રેમ બહાદુર ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં તેઓ શહીદ થયા હતા.
- ત્યારબાદ બપોરે ચાલેલા ઓપરેશનમાં કમાન્ડોને લગાવવામાં આવ્યા હતા અને બપોરે 2 વાગ્યે બે આતંકવાદીઓને મારી નાખ્યા હતા.
- ચારેય આતંકવાદીના મૃતદેહ સાથે દારૂગોળોનો જથ્થો મોટા પ્રમાણમાં જપ્ત કરવામાં આવ્યો છે.
- આ પહેલા 13 જૂનના રોજ મછલ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં સૈનિક અજય સિંહ ચૌધરી શહીદ થઈ ગયા. ચાર સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા.
5 મહિનામાં 50 આતંકવાદીઓએ કરી ઘૂસણખોરી

- મીડિયા અહેવાલો પ્રમાણે, ગત વર્ષની સરખામણીએ આ વખતે ઘાટીમાં આતંકવાદી ઘૂસણખોરી વધી છે.
- 2016 પહેલા 5 મહિનામાં 50થી વધારે આતંકવાદીઓ કાશ્મીર ઘૂસ્યા હોવાના સમાચાર છે.
- 2015માં જાન્યુઆરીથી એપ્રિલ સુધી ઘૂસણખોરીની કોઈ ઘટના સામે આવી ન્હોતી.
અન્ય સમાચારો પણ છે...