રાષ્ટ્રપતિ સાથે સોનિયા ગાંધીએ કરી મુલાકાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સોનિયા ગાંધીની ફાઈલ તસવીર)
*લોકસભામાં વિરોધપક્ષના નેતાનું પદ મળે તે માટે રજૂઆત કરી હોવાની વકી
નવીદિલ્હી : યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સોમવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી હતી. તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. માનવામાં આવે છે કે, તેમણે લોકસભામાં વિરોધપક્ષના નેતાનું પદ કોંગ્રેસ પાર્ટીને મળે તે માટે રજૂઆત કરી હતી.
તાજેતરમાં જ સંસદનું સત્ર સમાપ્ત થયું હતું, જેના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. થોડા સમય પહેલા રાષ્ટ્રપતિએ જેડીયુના નેતા નીતિશ કુમારની સાથે પણ મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એક ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, બંધારણ પ્રમાણે, સ્પીકરે ગૃહમાં લીધેલા નિર્ણયને કોર્ટમાં પડકારી ન શકાય. આ સંજોગોમાં રાષ્ટ્રપતિ ચાવીરૂપ બની રહે છે. પ્રણવ મુખર્જીના પુત્રી અને પુત્ર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે.