સોનીના પ્રાઈવેટ પાર્ટમાં ઠૂંસ્યા કાંકરા, વાંચો પોલીસનું દમનચક્ર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપ્રીમે મંગળવારે આપ્યા જામીન
સોની-ભત્રીજા પર નક્સલવાદીઓને મદદનો આરોપ
મંગળવારે સુપ્રીમ કોર્ટે છત્તીસગઢની શિક્ષીકા સોની સોરી તથા તેના ભત્રીજા લિંગા કોડોપીને પણ જામીન આપ્યા છે. તેમની ઉપર નક્સલવાદીઓને મદદ કરવાનો આરોપ છે. સોની સોરીની ધરપકડ અંગે દુનિયાભરમાં ચર્ચા ચાલી હતી. વન બિલિયન કેમ્પેઈન સાઈટે પણ સોની સોરી માટે તા. આઠમી માર્ચે મહિલા દિવસ નિમિતે અભિયાન ચલાવ્યું હતું.
સોની સોરીનો કેસ એટલા માટે પણ ચર્ચીત કે તેણીએ પોલીસ પર આરોપ મુક્યો હતો કે, પોલીસ અધિકારીઓએ તેણીના પ્રાઈવેટ પાર્ટમાં પથ્થર ભરાવ્યા હતા. સોની સોરીના વકીલ કોલિન ગોંઝોલવીસના કહેવા પ્રમાણે, સોની અને તેના ભત્રીજાને જામીનના ગાળા દરમિયાન છત્તિસગઢમાં નહિં પ્રવેશવાનો કોર્ટે આદેશ આપ્યો છે.
કેવી રીતે થઈ હતી સોની સોરીની ધરપકડ, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.