• Gujarati News
  • Over A Property Issue Son in law Attacks The In Laws With Acid At Mid Night, 7 Injured

યૂપી: સાસુ-સસરા-સાળીઓ સહિત સાત લોકો પર ફેંક્યો એસિડ, પોલીસે કરી ધરપકડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં સાત લોકો પર તેજાબ ફેંક્યા હોવાનો એક મામલો સામે આવ્યો છે. મેરઠમાં લિસાડી વિસ્તારમાં એક શૌકિન ગાર્ડન કોલોનીમાં ગુરૂવારની રાત્રે સાજિદ નામના એક વ્યક્તિએ ધાબે સૂઈ રહેલા પોતાના સાસરાપક્ષના લોકો પર એસિડ ફેંક્યો હતો. એસિડ ફેંકતા તેના સસરા, સાસુ, પત્ની, બે સાળીઓ સહિત સાત ગંભીર રીતે દાઝી ગયા છે. ઘટના પાછળનું કારણ પ્રોપર્ટીનો વિવાદ હોવાનું માનવામાં આવી કહ્યું છે. એસિડ અટેક બાદ સારવાર માટે પીડિતોને મેરઠ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે આરોપી જમાઈ અને તેના સાથીઓની ધરપકડ કરી છે.
બે વર્ષ પહેલા થયા હતા લગ્ન, આપતો મારી નાખવાની ધમકી
આરોપી પીપલીખેડા ગામનો રહેવાસી છે. બે વર્ષ પહેલા તેના લગ્ન લીસાડી ગેટના શૌકીન ગાર્ડન કોલોનીમાં રહેતી ઉજમા સાથે થયા હતા. ઉજમાના પિતા નાસિરનો આરોપ છે કે લગાન બાદ સાજિદ તેની દિકરી સાથે મારપીટ કરતો હતો. પતિના ત્રાસથી કંટાળીને તે પિયર રહેવા આવી ગઈ હતી. તેમણે સાજિદ વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. પીડિત પરિવારનું કહેવું છે કે કેસ કર્યા બાદ સાજિદે અવારનવાર પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો. ગુરૂવારે મોડી રાત્રે પરિવારના બધા લોકો અગાશીમાં સૂતા હતા. આ દરમિયાન સાજિદ પોતાના મિત્ર વસીમ સાથે મળીને વાંસની સીડીની મદદથી ધાબે ચડી ગયો. તેણે સસરા નિસાર, સાસુ નિસ્કિના, પત્ની ઉજમા, તરન્નુમ, ગુલિસ્તા, નિશા (સાળીઓ) અને સમદ પર તેજાબ ફેંક્યો હતો. તેજાબથી દાઝેલા પરિવારજનોએ મદદ માટે બૂમાબૂમ કરતા આસપાસના લોકોઆ અંગે જાણ થઈ હતી. પીડિતોને મેરઠ મેડિકલ કોલેજમા ટ્રોમા વોર્ડમાં સારવાર અપાઈ રહી છે. એસઓ લિસાડી ગેટ રવિન્દ્ર કુમારનું કહેવું છે કે આરોપીને પકડી લેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
આગળની સ્લાઈડમાં જુઓ સંબંધિત તસવીરો