સૈનિકે પત્નીને કહ્યું- જમ્મુમાં પોસ્ટિંગ છે, રજા પર આવીશ, અને ખૂલ્યું આ રહસ્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાનપુર: અહીં એક સૈનિક અને એક યુવતીનું એક વર્ષ સુધી અફેર ચાલ્યું હતું ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ તે પત્ની સાથે ખોટું બોલીને નીકળી ગયો હતો. અચાનક જાણવા મળ્યું હતું કે તે બીજા લગ્ન કરવા જઈ રહ્યો હતો. જાન પહોંચે તે પહેલા જ તેની પહેલી પત્ની ગેસ્ટ હાઉસ પહોંચી ગઈ હતી. ત્યારબાદ યુવતીપક્ષે આ લગ્ન અટકાવી દીધા હતા.

 

શું છે સમગ્ર ઘટના?

 

- મામલો હાથીપુર ગામનો છે. અહીં રહેતી 20 વર્ષીય ખુશ્બુના લગ્ન 23 વર્ષીય સૈનિક સર્વેશ સાથે નક્કિ થયા હતા.
- આ સમયે તેનું પોસ્ટિંગ જમ્મુમાં હતું. 4 ડિસેમ્બરના રોજ તે જાન લઈને ગેસ્ટ હાઉસ પહોંચવાનો હતો. પરંતુ થોડા કલાક પહેલા જ શોભા નામની યુવતી તેના પરિવાર સાથે પહોંચી ગઈ હતી.
- શોભાએ દુલ્હનના પરિવારને જણાવ્યું હતું કે, સર્વેશ અને તેનું અફેર એક વર્ષથી ચાલતું હતું. પાંચ મહિના પહેલા જ તેમણે લવ મેરેજ કર્યા હતા.
- આ વાતથી ગુસ્સે થયેલા દુલ્હનપક્ષના લોકોએ શોભા અને તેના પરિવારના સભ્યો સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો.

- દુલ્હન ખુશ્બુના પિતાએ જણાવ્યું હતું કે, 'વરરાજો પહેલેથી પરણિત હતો તેની કોઈ જાણકારી અમને ન હતી. તૈયારીઓ પણ થઈ ચૂકી હતી અને જાન પણ આવવાની જ હતી. લગભગ 4 થી 5 લાખ રૂપિયા અને એક બાઈક પહેલેથી જ આપી ચૂક્યા છે. હવે અમે બર્બાદ થઈ ગયા'

- હંગામાની સૂચના મળતા જ વરરાજા જાન લઈને આવ્યો ન હતો. 

 

પ્રેમિકાનું કરાવી ચૂક્યું છે અબોર્શન

 

- પહેલી પત્ની શોભાએ કહ્યું હતું કે, 'લગ્ન પહેલા પ્રેમ પ્રસંગ દરમિયાન 5 મહિના માટે ગર્ભવતી પણ થઈ ગઈ હતી. પરંતુ તેણે અબોર્શન કરાવી નાખ્યું હતું. ત્રણ મહિના પહેલા પતિ કહીને ગા હતા કે જમ્મુમાં પોસ્ટિંગ થયું છે, રજા પર આવીશ. ત્યારથી તેઓ ગાયબ છે. જ્યારે મને જાણ થઈ કે તેઓ બીજા લગ્ન કરી રહ્યા છે, તો હું પહોંચી ત્યાં ગઈ હતી.'

 

શું કહે છે પોલીસ?

 

- એસપી અનુરાગ આર્યાએ જણાવ્યું હતું કે, મામલો નજરમાં આવ્યો છે. એક યુવકે પહેલા લગ્ન છુપાવીને બીજા લગ્ન કરવા જઈ રહ્યો હતો ત્યારે તેની પત્ની પહોંચી ગઈ હતી અને લગ્ન રોકાવ્યા હતા. આરોપીને પકડી કાર્યવાહી કરવામાં આવશે.

 

આગળ જુઓ સંબંધિત તસવીરો...

અન્ય સમાચારો પણ છે...