No Fake News: નાસાનો દાવો - 96 વર્ષમાં પહેલીવાર 12 ઓગષ્ટે નહીં થાય રાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ઈન્ટરનેટ પર એક એવા સમાચાર અને મેસેજ વાયરલ થઈ રહ્યાં છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 12 ઓગસ્ટ, 2017નાં રોજ વિશ્વભરમાં રાત્રે પણ સવાર જેવું જ અજવાળું રહેશે. અંતરિક્ષમાં પ્રકાશ ફેલાય જશે. નાસાએ પણ આ ચમત્કાર ઈતિહાસમાં પહેલી વખત થશે તેવો દાવો કર્યો છે. DivyaBhaskar.com દ્વારા વાયરલ થઈ રહેલા આ દાવાની ખરાઈ તપાસ કરી છે.
 
શું થઈ રહ્યું છે વાયરલ ?

- વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, 12 ઓગસ્ટ, 2017નાં રોજ અંતરિક્ષમાં રાતના સમયે પણ દિવસ જેવું અજવાળું જોવા મળશે. નાસાએ આ વાતની પુષ્ટી કરી છે. આ દિવસ માનવ જાતિ માટે ઘણો જ અદ્ભુત છે.
- આ વાત સાથે જોડાયેલો અન્ય એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, 96 વર્ષમાં પ્રથમ વખત 12 ઓગસ્ટે રાત નહીં થાય. 24 કલાક દિવસ જેવું જ અજવાળું રહેશે.
 
અમારા ઈન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું આ સત્ય
 
- વાયરલ મેસેજમાં નાસાનો હવાલો આપીને દાવો કરવામાં આવી રહ્યો છે, એવામાં સત્ય જાણવા માટે અમે સૌથી પહેલાં નાસાની વેબસાઈટ પર આ વાતની સત્યતા તપાસવા રિપોર્ટ સર્ચ કરવાનું શરૂ કર્યુ.
- ઘણું જ શોધ્યાં બાદ અમને નાસાની સાઈટ પર 12 ઓગસ્ટેની રાત્રે ઉલ્કાવર્ષા પડશે તેવી જાણકારી મળી.
- નાસાની સાઈટ પર આપવામાં આવેલાં રિપોર્ટ મુજબ 12 ઓગસ્ટે ઉલ્કાવર્ષા થશે, જેના કારણે રાત્રે થોડું અજવાળું જોવા મળશે. પરંતુ આ અજવાળું ઈતિહાસમાં અત્યારસુધીનું સૌથી વધુ અજવાળું નહીં હોય.
- દર વર્ષે વર્ષમાં ત્રણ મેટ્યરો શાવર્સ એટલે કે ઉલ્કાવર્ષા થાય છે. જેમાં પ્રથમ શાવર જાન્યુઆરીમાં, બીજી ઉલ્કાવર્ષા ઓગસ્ટમાં અને અંતે ડિસેમ્બરમાં માસ જોવા મળે છે.
 
ઈન્વેસ્ટિગેશન રિઝલ્ટઃ સોશિયલ મીડિયા પર કરવામાં આવતો દાવો અડધો સાચો અને અડધો ખોટો છે
 
- વાયરલ મેસેજમાં જે દાવો કરવામાં આવી રહ્યો છે કે 12 ઓગસ્ટે ઉલ્કાવર્ષ થશે, જેના કારણે રાત્રે પણ અજવાળું જોવ મળશે તે સત્ય છે. પરંતુ આ ઉલ્કવર્ષાને કારણે રાત્રે પણ ઈતિહાસમાં સૌથી વધુ અજવાળું 12 ઓગસ્ટે જોવા મળશે તે દાવો ખોટો છે. 
અન્ય સમાચારો પણ છે...