સ્મૃતિએ પોતાને જણાવી \'આંટી નેશનલ\', ડિયર કહેતા કેમ ભડકી હતી? જણાવ્યું કારણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ 'ડિયર' કહેતા સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હવે ખૂદને 'આન્ટી નેશનલ' જણાવ્યા છે. સાથે જ પોતાને ટીકાનો સામનો કરનાર પણ જણાવ્યા. ઉલ્લેખનીય છે કે, સ્મૃતિને ગત મંગળવારે બિહારના એક મિનિસ્ટરે 'ડિયર' કહ્યા હતા. જેના પણ તે ભડક્યા હતા. વધુમાં શું કહ્યું સ્મૃતિએ...
- તેમણે કહ્યું કે, 'જ્યારે હું નાની હતી, ત્યારે છોકરીઓને જવાબ ન આપવાનું કહેવામાં આવતું હતું. લોકોને કંઈ ફરક ન્હોતો પડતો, છોકરીઓને કેટલી અપમાનિત કરવામાં આવતી હતી.'
- સ્મૃતિએ કહ્યું કે, 'જો કોઈ છોકરી જવાબ આપે તો તેને અહંકારી માનવામાં આવતી હતી.'
- 'સવાલ એ છે કે તેઓને(છોકરીઓ) જવાબ કેમ ન આપવો જોઈએ? છોકરીઓને ચૂપ રહેવાનું કેમ કહેવામાં આવે છે?'
- એચઆરડી મિનિસ્ટરે એફિલિએટેડ વેબમેગઝિન thenamopatrika.com માટે લખેલા તેમના એક આર્ટિકલમાં આ જણાવ્યું છે.
- સ્મૃતિએ કહ્યું- 'મને 'આન્ટી નેશનલ' કહો, કશો ફરક નથી પડતો. હું ટીકાનો સામનો કરવામાં માનું છું, તેનાથી ભાગતી નથી.'
ટ્વિટર પર આ રીતે થયો વિવાદ

- બિહાર એજ્યુકેશન મિનિસ્ટર અશોક ચૌધરીએ નવી એજ્યુકેશન પોલિસીને લઈને સ્મૃતિને ટ્વિટર પર 'ડિયર' કહીને સવાલ કર્યો હતો.
- તેના પર સ્મૃતિ ભડકી હતી. બાદમાં આ ચર્ચામાં ટ્વિટર યુઝર્સ પણ કૂદી પડ્યા હતા.
- અશોક ચૌધરીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'ડિયર' સ્મૃતિ ઈરાનીજી... ક્યારેક રાજકારણ અને ભાષણમાંથી સમય મળે તો શિક્ષણ નીતિ તરફ પણ ધ્યાન આપજો.
- 'ડિયર' સ્મૃતિ ઈરાની જી, અમને નવી એજ્યુકેશન પોલિસી ક્યારે મળશે? તમારા કેલેન્ડરમાં 2015 ક્યારે પૂર્ણ થશે?
- ત્યારબાદ સ્મૃતિએ તેના પર પોસ્ટમાં જવાબ આપ્યો અને કહ્યું કે, 'મહિલાઓને ક્યારથી 'ડિયર' કહીને સંબોધિત કરવા લાગ્યા અશોકજી?'
અન્ય સમાચારો પણ છે...