દિયર-ભાભીની લવ સ્ટોરીનો આવ્યો END, વોટ્સએપ પર લખ્યું- લાશ લઈ જજો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજીતગઢ (સીકર): સીકરના અજીતગઢમાં શુક્રવારના રોજ આત્મહત્યા કરી લીધી હતી. બંનેએ પ્રેમ સંબંધના મામલામાં અલગ-અલગ જગ્યાએ જીવ આપી દીધો હતો. દિયરે મંદિરની ધર્મશાળામાં તો ભાભીએ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. બંનેને બે-બે બાળકો છે.
 
- અવિનાશી ગામની 30 વર્ષીય સુમન દેવીના પતિનું નામ સીતારામ સ્વામી છે. તેમને બે બાળકો અભિષેક (9 વર્ષ) અને અર્જુન (7 વર્ષ) છે.
- આ જ ગામમાં 23 વર્ષીય પૂરણમલ સ્વામી રહેતો હતો. પૂરણમલ દૂરના સંબંધમાં સુમનનો દિયર થતો હતો. તેને પણ બે બાળકો છે.
- પૂરણમલ સ્વામીએ વોટ્સએપના હોમ ગ્રુપમાં શુક્રવારે સવારે પોસ્ટ કરી કે ધર્મશાળામાં તેની લાશ પડી છે, લઈ જજો.
- ત્યારબાદ પરિવારે ત્યાં જઈને જોયું તો પૂરણમલ દોરડા વડે ફાંસો ખાઈને લટકેલો મળ્યો હતો.
- સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને મૃતકના પરિજનો સાથે પૂછપરછ કરી હતી.
 
ઘરમાં થયો હતો ઝઘડો
 
- સુમન અને પૂરણ વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ પ્રસંગ ચાલતો હતો. પરિવારને આ વાતની જાણ હતી. ગુરુવારે પુરણે પ્રેમિકા સુમનને ફોન કર્યો હતો. 
- આ વાતની જાણ તેની નણંદને થઈ જતા તેણે તેના ભાઈને જણાવ્યું હતું. ત્યારબાદ સુમન અને તેના સગા દિયર વચ્ચે આ વાતને લઈને ઝઘડો થયો હતો.
- ત્યારબાદ સુમને કૂવામાં કૂદકો મારી જીવ આપી દીધો હતો. 
- સવારે સુમન ઘરમાંથી ગાયબ હતી. પરિવારે તેની શોઘખોળ કરી તો ઘર પાસેના કૂવામાં તેની લાશ પડી હતી. 
- બંને પક્ષોએ આ સંબંધમાં પોલીસે રીપોર્ટ કર્યો હતો. સીતારામે રીપોર્ટમાં કહ્યું કે તેની પત્ની સવારે તેની પત્ની ઘરમાં ન હતી. શોધખોળ કરી તો તેની લાશ કૂવામાંથી મળી હતી.
- જ્યારે પૂરણના પરિવારે કહ્યું કે તે કાલ રાતથી ગાયબ હતો. તેની લાશ મંદિરની ધર્મશાળામાંથી મળી હતી.
 
આગળ જુઓ સંબંધિત તસવીરો...
અન્ય સમાચારો પણ છે...