તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે પીએમ મોદી હિટલર બને, શિવસેનાની સલાહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ અમરનાથ યાત્રા પર થયેલાં આતંકી હુમલા અંગે મોદી સરકારના સાથી પક્ષ શિવસેનાએ ઘણી કડક પ્રતિક્રિયા આપી છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું છે કે કાશ્મીર સમસ્યાનું એક જ દિવસમાં ઉકેલ આવી શકે છે, પરંતુ તેના માટે વડાપ્રધાન મોદીએ એક દિવસ માટે હિટલર બનવું પડશે અને ત્યારે પણ શિવસેના તેની સાથે જ છે. રાઉતે વધુમાં કહ્યું કે આ મુદ્દે પીએમ મોદી કંઈજ ન કરી શક્યા તો કોઈપણ કંઈજ નહીં કરી શકે.
 
‘કાશ્મીરને બચાવવા પીએમ હિટલર બને’
 
- શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે કહ્યું કે, આ સમયે કાશ્મીરમાં યુદ્ધ ચાલી રહ્યું છે. અમારી ભાજપ સાથે વિચારધારાની કે વ્યક્તિગત લડાઈ નથી કે ન કદી થશે.
- સંજય રાઉતે વધુમાં કહ્યું કે, “ જો કાશ્મીર અંગે અમે જૂની વાતો સરકારને યાદ અપાવશું તો તેમાં ઝઘડો કઈ વાતનો છે. મોદીજી તમે આ દેશ માટે આશાનું કિરણ છો. જો તમે કંઈજ નહીં કરી શકો તો કોઈ કંઈ નહીં કરી શકે. આપણે કાશ્મીરમાં શાંતિ ઈચ્છીએ છીએ, આપણા જવાનોની શહાદત પણ હવે ન થવી જોઈએ. ત્યાં યુદ્ધ નથી છતાં પણ આપણા જવાનો સુરક્ષિત નથી.”
 
પહેલાં પણ વાકપ્રહાર કર્યાં હતા
 
- શિવસેના નેતા સંજય રાઉતે અમરનાથ યાત્રા પર આતંકી હુમલાને લઈને મોદી સરકાર પર સવાલો ઉઠાવી કહ્યું હતું કે, “ આ દુર્ભાગ્યપૂર્ણ છે કે મોદી સરકાર હોવા છતાં આવી ઘટના ઘટી. ભાજપના દાવાઓનું શું થયું? મોદી સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થયા.”
- સંજય રાઉતે પીએમ મોદીની 56 ઈંચ છાતી પર પણ સવાલ ઉઠાવી નોટબંધી અને
 
‘ ગૌરક્ષકોએ કાશ્મીર જઈ આતંકીઓ વિરૂદ્ધ લડવું જોઈએ’
 
- શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ બુધવારે ઉદ્ધવ ઠાકરેની જ ભાષમાં કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યાં છે.
- સંજય રાઉતે કહ્યું કે, “ ગૌરક્ષક કે જેઓ હિંદુત્વ અને દેશના નામ પર હિંસા કરી રહ્યાં છે, તેઓને કાશ્મીર જઈને આતંકીઓ સામે લડવું જોઈએ.”
- તો સંજય રાઉતે અમરનાથ યાત્રા પર થયેલા હુમલાની નિંદા કરી આ હુમલા પૂરા દેશ અને સરકારનો હુમલો છે તેવી પ્રતિક્રિયા આપી હતી.
- સંજય રાઉતે કહ્યું હતું કે, “ આ હુમલો અમરનાથ જતાં યાત્રાળુઓ પરનો નથી પરંતુ સમગ્ર દેશ અને દિલ્હીમાં બેઠેલી સરકાર પરનો છે. હુમલાની નિંદા કરવી જ માત્ર ઉકેલ નથી પરંતુ હવે સમય છે આતંકવાદને તેમની જ ભાષામાં જવાબ આપવાનો. ”
 
ગૌરક્ષકોના મુદ્દે મોદી સરકાર પર વ્યંગ
 
- જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા દરમિયાન થયેલા આતંકી હુમલા બાદ શિવસેનાએ કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યાં છે.
- શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકારનો ઉધડો લીધો હતો અને વ્યંગ કરતાં કહ્યું હતું કે, “ ભાજપના લોકો કહે છે કે રમતગમત અને સંસ્કૃતિને રાજકારણનો મુદ્દો ન બનાવો. પરંતુ આજે આતંકી હુમલા બાદ ધર્મ અને રાજકારણ સાથે જોવા મળી રહ્યાં છે. આપણે સમજી શકીએ છીએ કે જો આતંકીઓની બેગમાં બંદૂકની જગ્યાએ ગૌમાંસ હોત તો શું તેઓ આજે જીવીત હોત ?”
- ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે, ગૌરક્ષકનો મુદ્દો આજે પજવી રહ્યો છે. ત્યારે કહેવાતા આ ગૌરક્ષકોને શા કારણે આતંકીઓ વિરૂદ્ધની લડાઈમાં ન મોકલવા જોઈએ?
અન્ય સમાચારો પણ છે...