તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવરાજસિંહે વેંચ્યા ગુલાબજાંબુ, ખરીદવા લોકોની પડાપડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા-શિપ્રા લિન્કના લોકાર્પણ બાદ હળવા મૂડમાં જોવા મળ્યા ચૌહાણ
મંગળવારે રાત્રે નર્મદા-શિપ્રા લિન્કના રામઘાટ ખાતે આતશવાજી થઈ હતી. આકર્ષક રોશનીથી રામઘાટને સજાવવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓની હાજરીમાં ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી, મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ તથા અન્ય અતિથિઓની હાજરીમાં નર્મદાના જળને શિપ્રામાં પ્રવાહિત કરવામાં આવ્યું હતું.
મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ઉજ્જૈન ખાતેના કાર્યક્રમમાં ભાગ લઈને રાત્રે લગભગ અગ્યાર કલાકે પત્ની સાધનાસિંહ સાથે ફરી ઈંદૌર પહોંચ્યા હતા. અહીં તેમણે રાજવાડા સ્થિત સરાફા ચૌપાટી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
શિવરાજે વેંચ્યો સામાન
શિવરાજસિંહ સરાફા બજારમાં પહોંચ્યા હતા. અહીં દુકાનનો માલિક બેઠક પરથી હટી ગયો હતો અને શિવરાજસિંહને બેસાડી દીધા હતા. શિવરાજસિંહે દુકાન પણ સંભાળી હતી અને સામાન વેંચ્યો હતો. શિવરાજસિંહને ગુલાબ જાંબુ વેંચતા જોઈ લોકોએ પણ ખરીદવા પડાપડી કરી હતી. શિવરાજસિંહે તેમના પત્ની સાધનાસિંહ સાથે પાણીપુરી પણ ખાધી હતી. શિવરાજસિંહને લાંબા સમયથી અહીંની પાણીપુરી ખાવી હતી. જતા-જતા શિવરાજસિંહે ઈંદૌરી પાન ખાધું તો પત્ની સાધનાસિંહે નાળીયેર પાણી પીધું હતું.
તસવીરો – વિજય ભટ્ટ
આગળની તસવીરોમાં ચૌપાટી પહોંચેલા શિવરાજસિંહ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો