'ભાગવતને બનાવો રાષ્ટ્રપતિ,' શિવસેનાએ BJP સ મે મૂક્યો મમરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે શિવસેનાએ ભાજપ સમક્ષ નવો મમરો મૂક્યો છે. શિવસેનાના કહેવા પ્રમાણે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવતને રાષ્ટ્રપતિ બનાવવા જોઈએ. 

શિવસેનાના નેતા સંજય રાઉતના કહેવા પ્રમાણે, "અમને એવી માહિતી મળી છે કે, રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે મોહન ભાગવતના નામની પણ વિચારણા ચાલી રહી છે. જો, આ વાત ખરી હોય તો અમને એમ લાગે છે કે, ભાજપ દ્વારા યોગ્ય વિચાર કરવામાં આવી રહ્યો છે."

મુંબઈ આવીને ઉદ્ધવજીની મદદ માંગો

સંજય રાઉતે ઉમેર્યું હતું, "જો તમને રાષ્ટ્રપતિપદ માટે મોહન ભાગવતના નામ પર અમારું સમર્થન જોઈતું હોય તો મુંબઈ આવીને ઉદ્ધવજીને મળવું પડશે."
 
મોદીએ ઉદ્ધવ ઠાકરેને જમવા બોલાવ્યા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને મરાઠી નવવર્ષ ગુડી પડવા બાદ જમવા માટે દિલ્હી બોલાવ્યા છે. એવું માનવામાં આવે છે કે, રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના અનુસંધાને આ ઉદ્ધવ ઠાકરેની ડિનર ડિપ્લોમસી છે. 

શિવસેના સમર્થન આપશે?

મહારાષ્ટ્રમાં શિવસેનાના સમર્થનથી ભાજપની સરકાર ચાલી રહી છે. કેન્દ્રમાં પણ શિવસેનાએ સમર્થન આપ્યું છે. પરંતુ બંને સ્થળોએ શિવસેના દ્વારા વિપક્ષની 'પ્રોક્સી' ભૂમિકા ભજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોનું દેવું માફ કરવાનો મુદ્દો ઉઠાવીને તો કેન્દ્રમાં ડિમોનિટાઈઝેશના પૂરજોશ વિરોધ દ્વારા શિવસેના વિપક્ષની ભૂમિકા સુપેરે ભજવી રહ્યું છે. બંને પક્ષો બૃહૃણ મુંબઈ કોર્પોરેશનની ચૂંટણીઓ અલગ-અલગ લડ્યા હતા. જેમાં આંગળીના વેઢે ગણી શકાય, તેટલી બેઠકો સાથે ભાજપ સરકાર શિવસેના આગળ રહી હતી. 

જુલાઈ પૂરી થશે ટર્મ 

હાલમાં પ્રણવ મુખર્જી દેશના રાષ્ટ્રપતિ છે. જેઓ હોદ્દાની રૂએ ત્રણેય સેનાઓના સુપ્રીમ કમાન્ડર છે. તેમની ટર્મ જુલાઈ મહિનાના અંત ભાગમાં પૂર્ણ થશે. ત્યારે મોદી સરકાર દ્વારા રાષ્ટ્રપતિ પદે ભાજપના માણસને બેસાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. 

રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓ માટેની સ્થિતિ અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
અન્ય સમાચારો પણ છે...