• Gujarati News
  • Punjab Shiv Sena Leader Harvinder Soni Shot, He Was Attacked While Taking A Walk Near His Residence

શિવસેનાના નેતા પર હુમલો, ગોળી મારનારે ખાલિસ્તાનના નારા લગાવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરદાસપુર: રવિવારે પંજાબના ગુરદાસપુરમાં શિવસેના નેતા હરવિન્દર સોની પર હુમલો થયો છે. તેમને ગોળી મારવામાં આવી છે. આ હુમલામાં તેમને ગંભીર ઈજા પહોંચી છે. સારવાર માટે તેમને અમૃતસર લાવવામાં આવ્યા છે.

પંજાબ શિવસેનાના નેતા હરવિન્દર સોની તેમના ડીસી રેસિડન્સ પાસે આવેલા પાર્કમાં ચાલતા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો. તેમના પર જે શખ્સે હુમલો કર્યો તેને હરવિન્દરના ગનમેને પકડી પાડ્યો છે. જ્યારે તે હુમલો કરનાર પકડાયો ત્યારે તે ખાલિસ્તાનના નારા લગાવવા લાગ્યો હતો. હાલ તેની ઓળખ અંગે કોઈ જાણકારી મળી નથી.