તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીટર લેટ નાઈટ પાર્ટીના શોખીન હતા, મહિલાઓથી ઘેરાયેલા રહેતા: પૂર્વ પત્ની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ શીના મર્ડર કેસમાં આરોપી પીટર મુખરેજાની પૂર્વ પત્ની શબનમએ નવો ખુલાસો કર્યો છે. સીબીઆઈ પ્રમાણે, શબનમે કહ્યું કે, પીટરને પહેલેથી જ યુવાન છોકરીઓ અને લેટ નાઈટ પાર્ટીઓ ગમતી હતી. સીબીઆઈએ મર્ડર કેસમાં પીટરની પૂર્વ પત્ની શબનમ સિંહને ગુપ્ત સાક્ષી તરીકે રજૂ કરી છે.
શબનમને પીટરની જીવન શૈલી સહેજ પણ ગમતી નહોતી
- પીટર મુખરેજાની પૂર્વ પત્ની શબનમે નિવેદનમાં કહ્યું કે, 'પીટર ઘણો રંગીન મિજાજનો વ્યક્તિ છે, તેને કાયમ સુંદર છોકરીઓમાં રસ રહેતો હતો. તે મહિલાઓથી ઘેરાયેલો રહેતો હતો. તે હંમેશા લેટ નાઈટ પાર્ટીઓ કરતો હતો. પીટરનાં જીવનમાં એક નહીં ઘણી મહિલાઓ હતી.'
- શબનમને પીટરની જીવન શૈલી સહેજ પણ ગમતી નહોતી. એટલા માટે તેણે પીટર પાસેથી ડિવોર્સ લઈ લીધા અને કલકત્તા જતી રહી હતી.
- શબનમ સાથે ડિવોર્સ બાદ પીટરે ઈન્દ્રાણી સાથે લગ્ન કર્યા હતા. ઈન્દ્રાણી તેની કંપનીમાં એચઆર મેનેજર હતી.
- શબનમના જણાવ્યા પ્રમાણે, એક વખત ઈન્દ્રાણીએ તેને ફોન કર્યો અને કહ્યું કે, ડિવોર્સની રકમ દર મહિનાના બદલે તું એક સાથે લઈને વાત પૂરી કેમ નથી કરી દેતી.
- તેના પર શબનમે કહ્યું હતું કે, આ તેની પર્સનલ બાબત છે અને તે(ઈન્દ્રાણી) તેમાં સલાહ ન આપે.
- શબનમના ખુલાસાને પીટરના વકીલે મિહિર ઘીવાલાએ પાયાવિહોણો ગણાવ્યો છે.
શું છે મર્ડરની કહાણી?

- પીટરે ઈન્દ્રાણી સાથે લગ્ન કર્યા હતા. શીના તેમની સાવકી દીકરી હતી.
- મે, 2012માં શીનાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. તેનો આરોપ ઈન્દ્રણી, ઈન્દ્રાણીના પૂર્વ પતિ સંજીવ ખન્ના અને પીટર પર છે.
- કહેવાઈ રહ્યું છે કે, પીટરના પુત્ર રાહુલ અને શીના વચ્ચે અફેર હતું. જેનાથી ઈન્દ્રાણી ખુશ નહોતી.
- ઈન્દ્રાણીનો ડ્રાઈવર રહી ચૂકેલો શ્યામવર રાય પણ આ કેસમાં સરકારી સાક્ષી બની ચૂક્યો છે.
- ઉલ્લેખનીય છે કે, પીટર સ્ટાર ઈન્ડિયાના સીઈઓ રહ્યા છે. તેમની પત્ની ઈન્દ્રાણી મુખરેજા આઈએનએક્સ મીડિયાની સીઈઓ રહી છે. બન્ને આ કેસમાં આરોપી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો