તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેંકુ અને રેબ્બો બાદ મોદીને નવી ઉપમા 'મોગેમ્બો'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોણ રેમ્બો છે અને કોણ મોગેમ્બો છે તેની આગામી દેવસોમાં ખબર પડી જશે

ભાજપ ભારતીય રાજકારણમાં નરેન્દ્ર મોદી માત્ર ચર્ચાનો જ મુદ્દો નથી પણ તેમને નવા-નવા નામ તથા ઉપમા આપવાની ફેશન શરૂ થઈ છે. કોંગ્રેસના પ્રવક્તા શકીલ અહેમદે હવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મોગેમ્બોની ઉપમા આપી છે.

રાજકારણમાં નવા નવા નામ તથા ઉપમાઓ આપવાની હોડ મચી હોય તેમ જણાય છે. છેલ્લે કોંગ્રેસના પ્રવક્તા શકીલ અહેમદે મોદીને બોલિવૂડની ફિલ્મ મિ. ઈન્ડિયામાં મોગેમ્બોના પાત્ર સાથે મોદીની સરખામણી કરતાં રાજકારણમાં રમૂજ અને રોષનું મિક્ષણ જોવા મળે છે. અગાઉ શકીલ અહેમદે જ જણાવ્યું હતું કે ભાજપના કેટલાક નેતાઓ તેમના એક નેતાને રેમ્બો ગણાવવાનો પ્રયાસ કરે છે, જે પર્વતો સર કરી 15,000 લોકોના જીવ બચાવે છે. આમ હવે જે લોકો રેમ્બો બનાવાના પ્રયાસ કરે છે તે હવે મોગેમ્બો બની જશે.

ભાજપે શકીલ અહેમદની ઉપમાનો જવાબ આપતાં કહ્યું કે આગામી દિવસોમાં દેશની પ્રજા સ્પષ્ટતા કરી દેશે કે કોણ રેમ્બો છે અને કોણ મોગેમ્બો છે. ભાજપના ઉપ-પ્રમુખ મુખતાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ રોજ સવારે નરેન્દ્ર મોદીના જાપ જપે છે. આ અગાઉ કોંગ્રેસના મહામંત્રી દિગ્વીજયસિંહે નરેન્દ્ર મોદીને ફેંકુ કહ્યા હતા. નરેન્દ્ર મોદી તાજેતરમાં પૂરમાં તારાજ થયેલા કેદારનાથની મુલાકાતે ગયા હતા ત્યારપછી એક સમાચાર પત્રના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે મોદીએ રેમ્બો જેવું કામ કરીને 15,000 લોકોને બચાવી લીધા હતા.