30 કલાક પ્રસુતિની પીડા સહન કરતી રહી મુમતાઝ, આવી હતી મૃત્યુની એ રાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગ્રા: શાહજહાંએ જે મુમતાઝની યાદમાં દૂનિયાની અજાયબી તાજમહેલ બનાવ્યો, તેનું મૃત્યુ ખૂબજ દર્દભર્યું હતું. 30 કલાક સુધી 14મા બાળકની પ્રસુતિની પીડા સાથે લડ્યા પછી 17 જૂન 1631ની સવારે તેમણે આ જ દર્દમાં પ્રાણ ત્યાગ્યા હતા. ઈતિહાસકાર અબ્દૂલ હામીદ લાહૌર અને આમિર સાલેહે આ માર્મિક ઘટનાને બાદશાહનામામાં મુકી છે. ફુલ ટાઈમ પ્રેગ્નેન્સીમાં શાહજહાંએ કર્યા હતા મુમતાઝને લાચાર...

-'તાજમહેલ કે મમી મહેલ'ના લેખક ઓફિસર અહેમદે પોતાની પુસ્તકમાં એ દુખદ સમયનું વર્ણન કર્યું છે.
-ઈતિહાસ કારોના અનુસાર શાહજહાં, મુમતાઝને ખુબ પ્રેમ કરતા હતા. તેઓ મુમતાઝને મુકીને દૂર જવા માંગતા ન હતા.
-ડેક્કન (સાઉથ ઈન્ડિયા)માં ખાન જહાંના વિદ્રોહને કાબુમાં લેવા માટે શાહજહાંને બુરહાનપુર જવાનું હતું. ત્યારે મુમતાઝ ગર્ભવતી હતા.
-મુમતાઝની ફુલ ટાઈમ પ્રેગનેન્સી છતાં પણ શાહજહાં તેને આગ્રાથી 787 કિલોમીટર દૂર ધૌલપુર, ગ્વાલિયર, મારવાડ સિરોંજ, હંદિયા થઈને બુહરાનપુર લઈ ગયા. અહીં સૈનિક અભિયાન ચાલી રહ્યું હતું.
-લાંબી યાત્રાના કારણે મુમતાઝ ખુબ થાકી ગયા હતા અને તેની અસર તેમના ગરભ પર પડી. મુમતાઝને મુશ્કિલ પડવા લાગી.
-16 જૂન, 1631ની રાતે મુમતાઝને પ્રસવ પીડા શરૂ થઈ. આ ઈસ્લામી જી કદ્રા મહીનાની 17 તારીખ હતી.

શહજહાં બનાવી રહ્યા હતા વિદ્રોહને મારી પાડવાની રણનીતિ

-મુમતાઝ પ્રસવ પીડાથી ઝુંઝી રહી હતી, તે દરમિયાન શાહજહાં ડેક્કનના વિદ્રોહને પૂરા કરવાની રણનીતિ બનાવી રહ્યા હતા.
-તેણે મુમતાઝની ખરાબ હાલતની સૂચના મળી. આ દરમિયાન તેઓ મુમતાઝ પાસે ન ગયા. તેમણે દાઈઓને મોકલવાનો નિર્દેશ આપ્યો.
-મુમતાઝ મંગળવારની સવારથી બુધવારની અડધી રાત સુધી ખરાબ હાલતમાં ઝુંઝતી રહી. શાહી વૈદ્ય વજીર ખાન તેમના પાસે હાજર હતા. તેઓ પહેલા પણ પ્રસુતિ સમયે હાજર રહી ચુક્યો છે.
-30 કલાકની લાંબા પ્રયત્ન પછી મુમતાઝે અડધી રાતે એક દીકરીને જન્મ આપ્યો. પરંતુ મુમતાઝ બેસૂધ હતા.
-બાળકીના જન્મ પછી મુમતાઝ ધૃજવા લાગી અને તેમનું શરિર ઠંડુ પડવા લાગ્યું.
-વૈદ્યો મુમતાઝમા શરિરમાંથી પુષ્કળ પ્રમાણમાં થતા રક્તસ્ત્રાવને રોકી ન શક્યા. તેઓ ખરાબ હાલતમાં ઝુંઝી રહ્યા હતા.
-અહીં, શાહજહાંએ પોતાના રૂમમાંથી ઘણા સંદેશવાહકો મોકલ્યા, પરંતુ કોઈ પરત ન ફર્યું. અડધી રાતથી પણ વધુ સમય થયો હતો.
-શાહજહાંએ પોતે હરમમાં જવાનો નિર્ણય કર્યો, ત્યારે તેમની પાસે સંદેશ આવ્યો, "બેગમ ઠીક છે, પરંતુ ખૂબ થાકેલા છે. બાળકીને જન્મ આપ્યા પછી મુમતાઝ ગાઢ નિંદ્રામાં ચાલ્યા ગયા છે. તેમને હેરાન ન કરવામાં આવે."
-શાહજહાં ત્યારબાદ સૂવા માટે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. તેઓ ઊંઘવાની તૈયારીમાં જ હતા કે તેમની પુત્રી જહાં આરા ત્યાં પહોંચી.

છેલ્લા સમયે મુમતાઝે શાહજહાંને બોલાવ્યા

-આ દરમિયાન મુમતાઝે પોતાની દીકરી જહાં આરાને પિતા શાહજહાંને બોલાવવા મોકલી.
-જ્યારે શાહજહાં હરમ પહોંચ્યા, તો ત્યાં તેમણે મુમતાઝને વૈદ્યોની વચ્ચે જોયા. મુમતાઝ ખરાબ હાલતમાં હતા. તેઓ મૃત્યુની નજીક હતા.
-શાહજહાંના પહોંચતા જ શાહી વૈદ્ય સિવાય બધા રૂમની બહાર ચાલ્યા ગયા.
-બાદશાહનો અવાજ સાંભળીને મુમતાઝે પોતાની આંખો ખોલી. મુમતાઝની આંખોમાં આંસુ હતા. શાહજહાં મુમતાઝના માથા પાસે બેસી ગયા.

મૃત્યુ પહેલા શાહજહાં પાસે 2 વચન લીધા

-મુમતાઝે છેલ્લા સમય પર શાહજહાં પાસેથી 2 વચન લીધા. પહેલું લગ્ન ન કરવાને લઈને હતું. જ્યારે બીજું એવો મકબરો બનાવવાનું હતું જે અદભૂદ હોય.
-ત્યારબાદ સવાર થવાના થોડા સમય પહેલા જ મુમતાઝે પ્રોણ છોડયા.
-મુગલ ઈતિહાસકાર અબ્દૂલ હમીદ લાહૌરે બાદશાહનામામાં લખ્યું છે, "રાણીનું મૃત્યુ 40 વર્ષે થયું હતું. તેમના 14 સંતાન (8 છોકરાઓ અને 6 છોકરીઓ) હતા.

મૃત્યુ પછી રૂના 5 કાપડમાં લપેટવામાં આવ્યો શવ

-મુમતાઝની દેખરેખ કરવા વાળી સતી ઉન નિસાએ તેમના શરિરને રૂના 5 કપડામાં લપેટ્યું હતું.
-ઈસ્લામિક હિદાયતો(આજ્ઞાઓ) છતાં પણ તેમના મૃત્યુ પર મહિલાઓ રોઈને શોક જતાવતી રહી.
-મુમતાઝના મૃત્યુ સાથે બાદશાહ જ નહીં પરંતુ આખુ બુહરાનપુર ગમગીન થઈ ગયું હતું. કિલ્લાની દિવાલો મહિલાઓના રોવાના અવાજથી ભરાઈ ગઈ હતી.
-મુમતાઝના શબને પહેલા તાપ્તી નદીના કિનારે જૈનાબાગમાં અસ્થાયી રીતે દફનાવવામાં આવ્યો હતો.
-મૃત્યુના 12 વર્ષ પછી શવને આગ્રાના નિર્માણાધીન તાજમહેલમાં દફન કરવામાં આવ્યો.

આગળની સ્લાઈડમાં જુઓ સુંદર પરંતુ દુખદ લવ સ્ટોરીની તસવીરો...
અન્ય સમાચારો પણ છે...