તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યૌન શોષણ પછી શરીરનો એક ભાગ કાપીને ફેંકી દેવા માગતી હતી નતાશા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: જિંદગી ઉતાર-ચઢાવ અને સંઘર્ષનું બીજુ નામ છે. પ્રખ્યાત ડાન્સર, ફિટનેસ ટ્રેનર અને લાઈફ સ્ટાઈલ બ્લોગર નતાશા નોએલ તેનું બીજુ નામ છે. આ છોકરી યૌન શોષણનો શિકાર બની ત્યારે તેણે પોતાના શરીરનો એક ભાગ કાપીને ફેંકી દેવાનું વિચાર્યું હતું. તે માત્ર સાડા ત્રણ વર્ષની હતી ત્યારે તેની સામે જ તેની માતા સળગીને મરી ગઈ હતી. તેમ છતા નતાશાએ હાર ન માની અને આજે તેણે જે સ્થાન મેળવ્યું છે કે એક ફિલ્મની સ્ટોરી કરતા ઓછું નથી. આજે તે એક સેલિબ્રિટી બની ગઈ છે.
ઘણાં દિવસો સુધી રહ્યો હતો માતાના મૃત્યુનો આઘાત

- નતાશાની માતાએ આત્મ હત્યા કરી હતી. તેને ઘણાં દિવસ સુધી માતાના મૃત્યુનો આઘાત લાગ્યો હતો. તેને લાગતુ હતું કે તે માતાને બચાવી શકી હોત.
- એક ઈન્ટરવ્યુમાં નતાશાએ આ વાતનો ખુલાસો પણ કર્યો છે. જોકે ત્યારપછી તે ધીમે ધીમે આ આઘાતમાંથી બહાર આવી ગઈ હતી.
સાત વર્ષની ઉંમરે નોકરે કર્યું હતું યૌન શોષણ

- નતાશા જ્યારે સાત વર્ષની જ હતી ત્યારે એક નોકરે તેનું યૌન શોષણ કર્યું હતું. તેની નતાશાના મન પર ખૂબ ખરાબ અસર થઈ હતી.
- આ વિશે નતાશાએ જણાવ્યું કે, 15 વર્ષની ઉંમર સુધી તેના ઘણાં સંબંધીઓ (જેવા કે તેના કાકા, ભાઈ અને બહેનોએ) સમયાંતરે તેની સાથે યૌન શોષણ કર્યું હતું.
- નતાશાને આ વાતથી એટલો આઘાત પહોંચ્યો હતો કે એક સમયે તો તેને તેના શરીરનો એક ભાગ કાપીને ફેંકી દેવાની ઈચ્છા થઈ ગઈ હતી.
સોશિયલ મીડિયા સેલિબ્રિટી છે નતાશા

- સોશિયલ મીડિયામાં આજકાલ નતાશાના અવિશ્વસનીય પોઝની ચર્ચા થતી હોય છે. નોંધનીય છે કે, નતાશા ખૂબ ઓછી જગ્યામાં પણ આશ્ચર્યજનક યોગ કરી શકે છે.
- તે બારીની સાંકડી જગ્યા, ડ્રોઈંગ રૂમના સોફા કે રેલવે ટ્રેક ઉપર પણ યોગ કરી શકે છે.
- તેને જ્યાં અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તે યોગા કરવા લાગે છે. તે એટલી ઓછી જગ્યામાં યોગ કરી શકે છે જે સામાન્ય લોકો માટે મુશ્કેલ છે.
સોશિયલ મીડિયામાં હજારો ફોલોઅર

- નતાશા નોએલ એક ડાન્સર અને એક સર્ટિફાઈડ યોગા ટ્રેનર છે. તે મુંબઈમાં રહે છે. તેણે સોફિયા કોલેજમાંથી અભ્યાસ કર્યો છે.
- નતાશાની તસવીરોને સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ઈન્સ્ટાગ્રામ પર તેના 15,000 કરતા વધારે ફોલોઅર છે. જ્યારે ફેસબુક ઉપર પણ તેને હજારો લોકો ફોલો કરી રહ્યા છે.
- પોતાની ટોન્ડ બોડિના કારણે તે આ પ્રમાણેના યોગના પોઝ આપી શકે છે. ઘણાં લોકોને તેમની પાસેથી પ્રેરણા મળે છે. તે સોશિયલ મીડિયામાં તેની તસવીરો શેર કરીને સંબંધિત યોગના આસાન પણ બતાવતી હોય છે.
આગળની સ્લાઈડમાં જુઓ નતાશાની અમુક ખાસ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો