તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

15 હજારમાં રશિયન, 10 હજારમાં ઉઝબેકિસ્તાનીઃ માંગો તે વિદેશી યુવતી હાજર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આગરામાં છેલ્લા બે મહિનામાં છઠ્ઠા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો
- હોટલ એન્ડ બાર એસોસિએશને કર્યો વિરોધ, કહ્યું પ્રવાસન ઉદ્યોગને ફટકો પડી રહ્યો છે


તાજનગરી ગણાતા આગરામાં વધુ એક વખત સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. અહીંની હોટલોમાં ઓન ડિમાન્ડ વિદેશી યુવતી પીરસાતી હતી. 15 હજારમાં રશિયન અને 10 હજારમાં ઉઝબેકિસ્તાની છોકરીઓ સપ્લાય કરવામાં આવતી હતી. શુક્રવારે પોલીસે આ હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ગેરકાયદે દેહવેપારનો ધંધો કરવાના કેસમાં બોદલા રોડ પર આવેલી હોટલ કિશન કાન્હા સીલ કરી દીધી હતી. હોટલમાંથી દિલ્હીની એક યુવતી અને યુપીના પાંચ યુવકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

છેલ્લા બે મહિનામાં આગરામાંથી છઠ્ઠું સેક્સ રેકેટ ઝડપાયું છે. સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા પકડી પડાયેલા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટની ચર્ચા થઈ રહી છે. આગરાના એસએસપી સુભાષ ચંદ્ર દુબેએ શુક્રવારે સેક્સ રેકેટમાં સંડોવાયેલા પાંચ યુવકોને મીડિયા સમક્ષ હાજર કર્યા હતા.

દલાલો પાસેથી લગભગ 60 જેટલી યુવતીઓના ફોટા અને ડીટેલ મળી હતી. આ યુવતીઓ પૈકી કેટલીક વિદેશી અને મોટાભાગની દિલ્હી એનસીઆરમાં રહેતી યુવતીઓ સામેલ હતી. બજેટ હોટલથી લઈને ફાઈવ સ્ટાર હોટલ સુધી આ હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટમાં છોકરીઓ પહોંચાડાતી હતી.

તસવીરોમાં જુઓ દલાલોએ શું કહ્યું, ક્યાંથી લાવતા હતા છોકરીઓ અને કઈ રીતે કરતા હતા સપ્લાય...