તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સ સ્કેન્ડલઃ મંત્રી પદેથી સસ્પેન્ડ થયા બાદ સંદીપ હવે AAPમાંથી પણ સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ કથિત અશ્લીલ સીડી સ્કેન્ડલમાં સામેલ દિલ્હીના પૂર્વ મંત્રી સંદીપ કુમારને આમ આદમી પાર્ટીએ શનિવારે પ્રાઈમરી મેમ્બરશીપમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. બીજી તરફ સંદીપ કુમાર વિરુદ્ધ દિલ્હી ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી દીધી છે. આ પહેલા પોલીસે તેમના પૂર્વે કેમ્પેઈન મેનેજર સહિત 3 લોકોની પૂછપરછ કરી હતી. સંદીપ વિરુદ્ધ કેસ દાખલ કર્યા બાદ તેની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. વીડિયોમાં દેખાતી મહિલા આજે પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલાએ સંદીપ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મહિલા ફરિયાદ નોંધાવતા સંદીપે કર્યું સરન્ડર
- સીડીમાં દેખાતી મહિલા ફરિયાદ દાખલ કરાવવા માટે સુલ્તાનપુરી પોલીસ સ્ટેશન પહોંચી હતી.
- મહિલાએ જણાવ્યું કે, તે બદનામી નથી ઈચ્છતી તેથી તેની ઓળખ જાહેર ન કરવામાં આવે. આ ઘટના 1 વર્ષ અગાઉની છે.
- મહિલાએ જણાવ્યું કે, 'હું રેશન કાર્ડ બનાવવા માટે સંદીપ કુમાર પાસે ગઈ હતી. મને સંદીપ કુમારે કોલ્ડ ડ્રિંક પીવડાવ્યું હતું અને અમુક સમય સાથે બેસવા જણાવ્યું હતું'
- આ સમયે જ લાઈટ બંધ થઈ અને બની શકે વીડિયો શરુ કરી દીધો હોય.
- મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ સંદીપ કુમારે ડીસીપી ઓફિસે સરન્ડર કર્યું હતું. સંદીપ વિરુદ્ધ રેપનો કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાવનાર મહિલાને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવી હતી.
કોણે શું કહ્યું ?
આપઃ મહિલાના સામે આવા પર કેજરીવાલે કહ્યું કે‘જો મહિલાના આરોપ સાચા છે તો આ ગંભીર મામલો છે. સંદીપને સજા આપવી જ જોઈએ.’
ભાજપઃ સંબિત પાત્રાએ કહ્યું કે‘આપ પક્ષે જનતા સાથે દગો કર્યો છે. એક મહિલા રેશનકાર્ડ માટે જાય છે. તેની સાથે આવા કાર્ય થાય છે. પછી એક મંત્રીની ગાંધી, નેહરુ અને વાજપેયી સાથે તુલના કરવામાં આવે છે. જાણે કે સંદીપ કોઈ મોટું કાર્ય પાર પાડી આવ્યા હોય.’
કોંગ્રેસઃ અજય માકને જણાવ્યું કે,‘આપ પક્ષે રાજનીતિનું સ્તર ઘટાડી દીધું છે. અમે રાજઘાટ પર ગાંધીજીની સમાધિએ મૌન રાખીશું. આશુતોષે ગાંધીજીનું અપમાન કર્યું છે.’
બચાવમાં ઉતર્યા આપ નેતા
- બીજી તરફ, શુક્રવારે આ મામલે પાર્ટીમાં મત વહેચાતા જોવા મળ્યા હતા. પાર્ટી ચીફ કેજરીવાલના અભિપ્રાયથી અલગ પાર્ટીના પ્રવક્તા આશુતોષે એક બ્લોગ લખીને સંદીપનો બચાવ કર્યો છે.
- આશુતોષે સવાલ ઉઠાવ્યો છે કે, બે પુખ્ત લોકોની પરસ્પર સંમતિથી સેક્સ કરવો ક્રાઈમ કેવી રીતે હોઈ શકે?
- તેઓએ ગાંધી, નહેરૂ અને વાજપેયીનું ઉદાહરણ આપતા લખ્યું કે, ભારતના ઈતિહાસમાં એવા નેતાઓ અને નાયકોના ઉદાહરણોથી ભરાયેલું પડ્યું છે, જેઓએ સામાજિક બંધનોથી બીજે જઈને તેમની ઈચ્છાઓની પૂર્તિ કરી છે. એડવિના માઉન્ટબેટન સાથે નેહરૂના સંબંધો વિશે આખી દુનિયા જાણે છે.
આશુતોષની ટિપ્પણી સામે આપ ચૂપ

- આશુતોષે કરેલી ટિપ્પણીને કારણે ઊઠેલા વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટી તરફથી આ મુદ્દે કોઇ પણ પ્રકારનો ખુલાસો કરાયો નથી.
- પાર્ટી તરફથી નિવેદનને ન તો વખોડવામાં આવ્યું છે કે ન તો તેના વિશે કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે.
સંદીપના કેમ્પેન મેનેજરે જણાવ્યું - પહેલાથી ખરાબ ચારિત્ર્ય હતું
- સંદીપના કેમ્પેન મેનેજર પ્રમાણે, સંદીપ મહિલાઓ સાથે ખરાબ વર્તન કરતા. તેઓ જાતે જ સીડી બનાવતા જેથી મહિલાને બ્લેકમેલ કરી શકાય.
- રોજ પત્નીના ચરણ સ્પર્શ કરતા હોવાનો દાવો ખોટો હતો. તેણે મારી સામે જ ઘણીવાર પત્નીને ગાળો ભાંડી હતી.
- સંદીપ વિરુદ્ધ સુલતાનપુરીથી લડનાર જયકિશન પાસે સંદીપની વધુ સીડીઓ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે સંદીપની મુશ્કેલીઓ વધારી શકે છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો