• Gujarati News
  • Sex And Spirituality Is In Strong Relationship Of Rajasthan Temple

એક એવું મંદિર જ્યાં સેક્સ અને આધ્યાત્મને છે નજીકનો સંબંધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શું રાજસ્થાન ઉપર ખજુરાહોનો પડછાયો છે? પંરતુ જે લોકો રાજસ્થાનને ઉંડાણપૂર્વક નથી જાણતા તે લોકો આ પ્રશ્નનો જવાબ નહીં આપી શકે. પણ એ હકિકત છે કે ખજુરાહોની છાયા રાજસ્થાન ઉપર પણ જોવા મળે છે.

ઘોરોંના ગઢ બાડમેરમાં કિરાડૂનું મંદિર અને જગતનું (ઉદયપુર) અંબિકા મંદિર તેમજ નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે. કિરાડૂને રાજસ્થાનનું ખજુરાહો ગણવામાં આવે છે, જ્યારે જગતનું મંદિર મિની ખજુરાહો તરીકે ઓળખવામાં આવે છે.

દક્ષિણ ભારતીય પરંપરા આધારે બનેલું કિરાડૂનું મંદીર તેની સ્થાપ્ય કળા માટે પ્રસિદ્ધ છે. બાડમેરથી 43 કિમોમીટર દૂર હાત્મા ગામ સ્થિત આ મંદિર આવેલું છે. જર્જરીત હાલતમાં ખંઢેર જેવા લાગતા આ પાંચ મંદિરોની શ્રેણીની કલાત્મક કારીગરી મનમોહક લાગે છે.

અહેવાલમાં રજુ કરવામાં આવેલી તસવીરો નીરજ જાટના સૌજન્યથી