શું ભાજપ સરકાર ફક્ત અમીરોની જ છે?- રાહુલનો મોદીને સાતમો સવાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: ગુજરાત ચૂંટણીને અનુલક્ષીને રાહુલ ગાંધી દરરોજ નરેન્દ્ર મોદીને ટ્વિટર પર એક-એક સવાલ પૂછી રહ્યા છે. પરંતુ, મંગળવારે તેમણે સવાલ કર્યો તો તેમના ગણિત પર સવાલો ઉઠી ગયા. રાહુલ ગાંધીએ ગુજરાતમાં ત્રણ વર્ષમાં જરૂરી વસ્તુઓના વધેલા ભાવનો એક ચાર્ટ પોસ્ટ કર્યો છે. તેમાં ભાવના વધારાવાળી કોલમમાં પર્સન્ટેજને આશરે 100 પોઇન્ટ વધારીને લખવામાં આવ્યા. મીડિયામાં સમાચાર આવ્યા પછી રાહુલે આ પોસ્ટ હટાવી લીધી અને તેની જગ્યાએ એક નવો ચાર્ટ પોસ્ટ કર્યો. તેમાં વધારો પર્સન્ટેજની જગ્યાએ રૂપિયામાં લખવામાં આવ્યો.

 

શું ભૂલ હતી ચાર્ટમાં?

 

- રાહુલે જે ચાર્ટ પોસ્ટ કર્યો છે તેમાં દરેક વસ્તુના પર્સન્ટ 100% વધારે લખવામાં આવ્યા છે. જેમકે- 2014માં દાળનો ભાવ રૂ.45 અને 2017માં રૂ.80 પ્રતિ કિલો જણાવવામાં આવ્યો છે. આ રીતે તેના ભાવમાં 77%ને વધારો દર્શાવવો જોઇએ, પરંતુ, પોસ્ટ કરેલા ચાર્ટમાં વધારો 177% લખવામાં આવ્યો.

 

આ ચાર્ટ રાહુલે પોસ્ટ કર્યો હતો

 

 

2014

2017

વધારો

ગેસ સિલિન્ડર

414 રૂ.

742રૂ.

179% (હોવું જોઇએ 79%)

દાળ

45 રૂ./કિલો

80 રૂ./કિલો

177% (હોવું જોઇએ 77%)

ટામેટાં

35 રૂ./કિલો

100 રૂ./કિલો

285% (હોવું જોઇએ 186%)

ડુંગળી

40 રૂ./કિલો

80 રૂ./કિલો

200% (હોવું જોઇએ 100%)

દૂધ

38 રૂ./લીટર

50 રૂ./કિલો

131% (હોવું જોઇએ આશરે 32%)

ડીઝલ

56 રૂ./લીટર

63 રૂ./કિલો

113% (હોવું જોઇએ આશરે 12.5%)

 

- આ ચાર્ટની નીચે લખ્યું છે: મોંઘી શિક્ષા, મોંઘો ઇલાજ, ગુજરાત પર મોંઘવારીનું રાજ

 

રાહુલે આ કવિતા પણ લખી

 

“હુમલાઓની બેવફાઇ મારી ગઇ,

 નોટબંધીની લૂંટ મારી ગઇ,

 GST બધી કમાણી મારી ગઇ,

 બાકી કંઇ વધ્યું, તો મોંઘવારી મારી ગઇ.

 વધતી જતી મોંઘવારીથી જીવન બન્યું દુશ્વાર,

 શું ફક્ત અમીરોની થશે ભાજપ સરકાર?”

 

ટ્વિટર પર સીરીઝ ચલાવીને સવાલ પૂછી રહ્યા છે રાહુલ 

 

ઉલ્લેખનીય છે કે, રાહુલ ’22 સાલોંકા હિસાબ, ગુજરાત માંગે જવાબ’ નામથી ટ્વીટર પર સવાલોની સીરીઝ ચલાવી રહ્યા છે. પોતાની ટ્વિટમાં તેઓ ગુજરાતની પરિસ્થિતિ પર 'પ્રધાનમંત્રીજી સે સવાલ' લખીને ટ્વિટ કરી રહ્યા છે.

 

શું હતા રાહુલના આગળના 6 સવાલ

 

છઠ્ઠો સવાલ- 4 ડિસેમ્બર

 

-  “ભાજપનો બેવડો માર, એક તરફ યુવાનો બેરોજગાર, બીજી બાજુ લાખોનો ફિક્સ પગાર અને કોન્ટ્રેક્ટ કર્મચારીઓ બેકાર. 7મા પગારપંચમાં રૂ.18,000 માસિક પગાર થયા બાદ પણ ફિક્સ અને કોન્ટ્રાક્ટ પગાર રૂ.5500 અને રૂ.10,000 કેમ?”

 

પાંચમો સવાલ- 3 ડિસેમ્બર

 

- “ન સુરક્ષા, ન શિક્ષા, ન પોષણ, મહિલાઓને મળ્યું તો ફક્ત શોષણ. આંગણવાડી વર્કર અને આશા, બધાને આપી ફક્ત નિરાશા. ગુજરાતની બહેનોને આપ્યો ફક્ત વાયદો, પૂરો કરવાનો ક્યારેય હતો નહીં ઇરાદો.”

 

ચોથો સવાલ- 2 ડિસેમ્બર

 

- રાહુલની ટ્વીટ, “ સરકારી સ્કૂલ-કોલેજની કિંમત પર કર્યો શિક્ષણનો વેપાર, મોંઘી ફીથી પડી દરેક વિદ્યાર્થીને માર, New Indiaનું સપનું કેમ થશે સાકાર?”

- “સરકારી શિક્ષણ પર ખર્ચમાં ગુજરાત દેશમાં 26મા સ્થાન પર કેમ? યુવાનોએ શું ભૂલ કરી છે?”

 

ત્રીજો સવાલ- 30 નવેમ્બર

 

- “2002-16ની વચ્ચે 62,549 કરોડની વીજળી ખરીદીને 4 ખાનગી કંપનીઓના ખિસ્સાં કેમ ભર્યાં?”

- “વીજળીના સરકારી કારખાનાંઓની ક્ષમતા 62% ઘટાડી પણ ખાનગી કંપની પાસેથી 3 રૂ./યુનિટની વીજળી રૂ.24માં કેમ ખરીદી? જનતાની કમાણી કેમ લૂંટાવી?”

 

બીજો સવાલ- 29 નવેમ્બર

 

- “1995માં ગુજરાત પર દેવું- 9183 કરોડ. 2017માં ગુજરાત પર દેવું- 2,41,000 કરોડ. એટલે કે દરેક ગુજરાતી પર રૂ.37,000નું દેવું.”

- “તમારા નાણાકીય ગેરવહીવટ અને પબ્લિસિટીની સજા ગુજરાતની જનતા શા માટે ચૂકવે?”

 

પહેલો સવાલ- 28 નવેમ્બર

 

- “2012માં વચન આપ્યું કે 50 લાખ નવા ઘરો આપશે. 5 વર્ષોમાં બનાવ્યા 4.72 લાખ ઘરો.”

- “પ્રધાનમંત્રીજી એ જણાવો કે આ વચન પૂરું કરવામાં હજુ બીજાં 45 વર્ષ લાગશે?”

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, રાહુલ ગાંધીની ટ્વિટ્સ.......

અન્ય સમાચારો પણ છે...