તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેંગલુરુ: વરિષ્ઠ મહિલા પત્રકાર ગૌરી લંકેશ પર 7 રાઉન્ડ ફાયરિંગ, ઘરની બહાર કરાઈ હત્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગ્લુરુ: વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે રાજનાથ સિંહે કર્ણાટકના હોમ સેક્રેટરી પાસે રિપોર્ટ માંગ્યો છે. આ પહેલા સીએમ સિદ્ધારમૈયાએ સીનિયર જર્નાલિસ્ટ ગૌરી શંકરના મર્ડરની તુલના કલબુર્ગી, પાનસરે અને દાભોલકરની હત્યા સાતે કરી. તેમણે કહ્યું કે, આ ઘટના પણ આવી જ છે. કર્ણાટકના સીએમ પણ ગૌરીની અંત્યેષ્ઠીમાં હાજર રહ્યા હતા.
 
મંગળવારે રાત્રે ગોળી મારી કરવામાં આવી  હત્યા
 
વરિષ્ઠ કન્નડ પત્રકાર અને એક્ટિવિસ્ટ ગૌરી લંકેશની મંગળવારે રાત્રે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. રાજરાજેશ્વરી નગર સ્થિત ઘર પર હુમલાખોરોએ ગૌરી પર ફાયરિંગ કર્યુ હતું. રિપોર્ટસ મુજબ હુમલાખોરોએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી સાત ગોળી મારી હતી. કન્નડ પત્રિકા ‘લંકેશ પત્રિકા’નાં તંત્રી ગૌરી સાંપ્રદાયિક્તા અને કટ્ટરપંથની વિરુદ્ધ અવાજ ઊઠાવતા હતા. તેઓ પોતાના વિવાદાસ્પદ લખાણોના કારણે હંમેશા ચર્ચામાં રહ્યા છે. જેના કારણે તેમના ઉપર અનેકવખત હુમલા થયા છે. ગૌરીની હત્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, “સત્યને ક્યારેય દબાવી ન શકાય. ગૌરી લંકેશ કાયમ અમારા હ્રદયમાં રહેશે. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. દોષિતોને સજા જરૂર મળશે.”
 
સીએમ સિદ્ધારમૈયાએ કરી મીડિયા સાથે વાત
 
સિદ્ધારમૈયાએ કહ્યું કે, અમને હજુ સુધી આ હત્યા વિશેની કોઈ માહિતી મળી નથી. તે સાથે જ તેમણે પ્રગતિશીલ વિચારોનો પ્રચાર કરતા લેખકોને સુરક્ષા આપવા માટે પણ પોલીસને આદેશ આપ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ગૌરી થોડા દિવસ પહેલાં જ મને મળી હતી પરંતુ ત્યારે તેને કોઈ જોખમ હોવાની વાત નહતી કરી. તેણે એવું પણ કહ્યું હતું કે, બે લોકો તેના વિરુદ્ધ ફેસબુક પોસ્ટ કરી રહ્યા છે. તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હત્યા પાછળ કોઈ કાવતરું છે તે કહેવું હાલ મુશ્કેલ છે. તેમણે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય ડીજીપી પર છોડ્યો છે. તેમણે જણાવ્યું કે, તેઓ આ કેસ વિશે ગૃહમંત્રી સાથે વાત કરશે.
 
 
પોલીસે શું કહ્યું?
 
- બેંગલુરૂના DCP વેસ્ટ એમ.એન.અનુચેતે કહ્યું કે, “ગૌરી લંકેશના ઘરની પાસે સાંજે શૂટઆઉટ થયું, તેઓ હવે આ દુનિયામાં નથી. તેમની બોડી ઘરમાંથી મળી છે.”
- બેંગલુરૂના પોલીસ કમિશનર ટી.સુનિલ કુમારે કહ્યું કે, “ગૌરીએ કોઈ ફરિયાદ કરી ન હતી. જો તેઓએ કોઈ ખતરાનો ઉલ્લેખ કર્યો હશે તો તેની તપાસ કરવામાં આવશે. લોકોને તેમના ઘરની પાસે ગોળીનો અવાજ સંભળાયો અને તેઓ પોતાના ઘરમાં જાય તે પહેલાં જ દરવાજા પાસે પડી ગયા હતા. હુમલાખોર કેટલાં હતા તેની કોઈ જ ભાળ હજુ સુધી નથી મળી.”
- સુનિલકુમારે કહ્યું કે, “જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા તો ગૌરી લોહીથી લથપથ પડી હતી. ઘટનાસ્થળેથી ગોળીના ચાર ખાલી શેલ મળ્યાં.”
 
કપિલ સિબ્બલે કહ્યું - ગૌરીનો અવાજ બંધ કરી દીધો
 
- ગૌરીના મિત્ર દ્વારકાનાથે કહ્યું કે, “આ કાયરતાપૂર્વકનો હુમલો છે. તે માત્ર એક પત્રકાર હતી. તે કોઈ નકસલી કે આતંકવાદી ન હતી.”
- કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે ટ્વિટર લખ્યું કે, “ગૌરી રેશનાલિસ્ટ હતી. ગોળી મારીને તેનો અવાજ બંધ કરી દીધો.”
 
સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું - આ લોકશાહીની હત્યા
 
- કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ ટ્વિટ કરી કહ્યું કે, “જાણીતા પત્રકાર ગૌરી લંકેશની હત્યાથી પરેશાન છું. આ જઘન્ય ગુનાની નિંદા કરવા માટે મારી પાસે શબ્દ નથી. આ લોકતંત્રની હત્યા છે. ગૌરી શંકરના મોતથી કર્ણાટકે એક વિકાસશીલનો અવાજ ગુમાવ્યો છે. મેં એક મિત્ર ગુમાવ્યો છે.”
- સિદ્ધારમૈયા અને ગૌરી લંકેશના પિતા ખાસ મિત્રો હતા.
 
ભાજપના નેતાઓએ કર્યો હતો કેસ
 
- ગત વર્ષે નવેમ્બરમાં ગૌરી લંકેશને કોર્ટે 6 મહિનાની સજા સંભળાવી હતી. જો કે તે વખતે ગૌરીને જામીન પણ મળી ગયા હતા.
- ધારવાડના ભાજપ સાંસદ પ્રહલાદ જોશી અને પાર્ટીના નેતા ઉમેશ દુશીએ ગૌરી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
- આ કેસ 2008માં ગૌરીના પેપરમાં છપાયેલાં એક આર્ટિકલના વિરૂદ્ધમાં દાખલ કરાયો હતો. આ આર્ટિકલ ભાજપના નેતાઓ વિરૂદ્ધ લખવામાં આવ્યો હતો.
 
કોણ હતા ગૌરી લંકેશ?

- ગૌરી લંકેશ કન્નડ કવિ અને પત્રકાર પી લંકેશની સૌથી નાની દીકરી હતા. તેઓએ 1980માં લંકેશ મેગેઝીન શરૂ કર્યું હતું.
- ગૌરીના પરિવારમાં બહેન કવિતા, ભાઈ ચંદ્રેશ અને માતા છે. કવિતા નેશનલ ફિલ્મ એવોર્ડ વિનર પણ છે.
- ગૌરી લંકશે છેલ્લા ઘણા વર્ષોથી સામાજીક પ્રવૃત્તિ અને પત્રકારત્વના ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા. 55 વર્ષીય મહિલા પત્રકાર ગૌરી લંકેશને હત્યાના મહિના પહેલા જ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.
 
વિવાદાસ્પદ લખાણોના કારણે મળતી હતી ધમકીઓ

બેંગ્લુરુમાં ફેમસ કન્નડ ટેબ્લોઇડ લંકેશ પત્રિકાના મહિલા સંપાદક અને સામાજિક કાર્યકર્તા ગૌરી પોતાના તીખા અને હિન્દુવાદી લખાણોના કારણે વિરોધોની હિટ લિસ્ટમાં ટોપ રહ્યા છે. તેઓને પોતાના વિવાદાસ્પદ લખાણોના કારણે અવાર-નવાર ઘમકીઓ પણ મળી ચૂકી છે.
 
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરી જુઓ વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...