તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ 10 છે સૌથી ખતરનાક સેલ્ફી, 1 ફોટો માટે જોખમમાં નાખ્યો જીવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: ચાલતી હોડીમાં સેલ્ફીના ચક્કરમાં નાગપુરમાં 8 સ્ટૂડન્ટ્સે પાણીમાં ડુબી જવાથી જીવ ગુમાવ્યો છે. આ ઘટનાએ સાબીત કરી દીધું છે કે, સેલ્ફી લેતી વખતે થોડી પણ બેદરકારી જીવલેણ બની શકે છે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં ઘણી એવી જગ્યા છે જ્યાં સેલ્ફી લેવાની મનાઈ છે. તેમ છતાં લોકો તેમનો જીવ જોખમમાં મુકીને આ પ્રમાણેની એડવેન્ચર સેલ્ફી લેતા હોય છે.
 
બે વર્ષમાં ભારતમાં સેલ્ફીના કારણે ગયા 78 લોકોના જીવ

- વિદેશમાં શરૂ થયેલો એડ્વેન્ચર સેલ્ફીનો ક્રેઝ ધીમે ધીમે ભારતમાં વધી રહ્યો છે. પોતાની સેલ્ફી વધારે પ્રખ્યાત થાય તે માટે લોકો જીવ જોખમમાં મુકીને પણ સેલ્ફી લઈ રહ્યા છે.
- માર્ચ 2014થી સપ્ટેમ્બર 2016 સુધીમાં ભારતમાં સેલ્ફી લેવાના ચક્કરમાં 78 લોકોના મોત થયા છે. જ્યારે સમગ્ર દુનિયામાં સમયગાળા દરમિયાન કુલ 127 લોકોના જીવ ગયા છે.
- ગયા વર્ષે પણ પુણેના એક ટ્રેકિંગ કેમ્પમાં પહાડ પર ડેડ એન્ડ પર બેસીને સેલ્ફી લેવાની વાત વિવાદોમાં આવી હતી.
- અહમદનગરના સહયાદ્રી પર્વત શ્રૃંખલાના રતનગઢ કિલ્લા પર 9 માઉન્ટ ટ્રેકર્સ 30 જાન્યુઆરી 2016ના રોજ ટ્રેકિંગમાં ગયા હતા. અહીં પહાડના ડે એન્ડ પર બેસીને પુણેના પ્રતીક ખાંડેકરે તેના ફોન અને સેલ્ફી સ્ટીકની મદદથી આ સેલ્ફી લીધી હતી. 
- આ તસવીરમાં પ્રતીક સાથે તેના 8 મિત્રો પણ જોવા મળી રહ્યા છે જે ખાઈમાં પગ લટકાવીને બેઠા છે. પ્રતિકના જણાવ્યા પ્રમાણે આ દેશની સૌથી રોમાંચક સેલ્ફી છે. 
- સેલ્ફીના કારણે થતી મોતને અટકાવવા માટે મુંબઈ પોલીસે શહેરમાં 16 વિસ્તારોને નો-સેલ્ફી ઝોન બનાવ્યા છે. 
 
આગળની સ્લાઈડમાં જુઓ દુનિયાની અન્ય ખતરનાક સેલ્ફી
અન્ય સમાચારો પણ છે...