અહીંયા છત પર ઉભા છે એરોપ્લેન અને કાર, જોવા માટે દૂર-દૂરથી આવે છે લોકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોટા. કોચિગ સિટીના નામથી જાણીતા કોટામાં બે ઘરનો જોવા લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. અહીંયાથી પસાર થતાં લોકોની નજર જ્યારે આ ઘરની છત પર પડે છે ત્યારે ત્યાં ઉભેલી કાર અને હવાઈ જહાજને એકી ટસે જોઈ રહે છે. રાતમાં તેનું કૌતુહલ વધી જાય છે.
 
જાણો શું છે સત્ય
 
-કોટાના ચંદ્રસેલ રોડ પર આવેલા બે ઘરની ઘર પર મારુતી કાર અને એરોપ્લેન જોઈને તમામની નજર અટકી જાય છે.
- હકીકતમાં તે મારુતી કાર નહીં પરંતુ કાર આકારની પાણીની ટાંકી છે. ઉપરાંત એરોપ્લેન પણ પાણીની ટાંકી છે.
- એક ઘરનો માલિક અલકેન્દ્ર છે તો બીજાનો બલતેજ. આ બંને ભાઈઓ છે.
- બંને પંજાબના રહેવાસી છે. તેમના પિતા સરપંચ હતા.
 
જાણો ટાંકીની ખાસિયત
 
- આ ટાંકી બનાવવા માટે 1985માં પંજાબથી કારીગર આવ્યા હતા. 32 વર્ષ પહેલાં આ ટાંકીના નિર્માણ પર 25 હજાર રૂપિયા ખર્ચ કરાયા હતા.
- આ ટાંકીની ખાસ વાત એ છે કે તેના ચારેય ટાયર અને હેડ લાઈટ અસલી છે.
- ઉપરાંત પાણીની ટાંકી ઓવરફ્લો થવા પર હોર્ન વાગે છે. ટાંકીની ક્ષમતા 1200 લીટરની છે.
 
એક વધુ જગ્યા, જેને લોકો જોતા જ રહી જાય છે
 
- બલતેજ સિંહના ઘરની છત પર ઉભેલા એરોપ્લેનને જોઈ લોકો ત્યાં જ અટકી જાય છે.
- આ કોઈ હવાઈ જહાજ નહીં પરંતુ તેના ઘરની પાણીની ટાંકી છે. જેની ક્ષમતા 1000 લીટર છે.
- તેમાં ઈન્ડીકેટર જેવા સેન્સર લગાવાયા છે, જે રાતના સમયે બ્લિંક થવા લાગે છે.
- લોકો રાતે પરિવાર સાથે આ નજારો જોવા આવે છે.
 
આ કારણે બનાવ્યું હવાઈ જહાજ
 
- આ ઘરના માલિક બલતેજે જણાવ્યું કે શહેરના બાહ્ય વિસ્તારમાં તેમનું ઘર હોવાના હોવાના કારણે લોકોને એડ્રેસ બતાવવામાં મુશ્કેલી પડતી હતી.
- ત્યારે કઈંક અલગ કરવાનો આઈડિયા આવ્યો અને વર્ષ 2010માં છત પર એરોપ્લેન બનાવી દીધું.
- હવે કોઈ પણ વ્યક્તિ સરળતાથી મારા ઘરનું એડ્રેસ બતાવી શકે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, અન્ય ફોટા...
 
તસવીરઃ પંકજ પારીક
અન્ય સમાચારો પણ છે...