• Gujarati News
  • Second Trial Run Semi High Speed Train New Delhi To Agra Latest News

સેમી બુલેટ ટ્રેનનું બીજું સફળ પરિક્ષણ-૧૦૨ મીનીટમાં પહોંચી દિલ્હીથી આગ્રા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટોઃ સેમી હાઈ સ્પીડ ટ્રેન)
આગ્રાઃ દેશની પ્રથમ હાઈ સ્પીડ ટ્રેનનું બીજું પરિક્ષણ ગુરુવારે સફળતાપૂર્વક પૂરું થયું હતું. આ ટ્રેન દિલ્હીના હજરત નિજામુદ્દીન સ્ટેશનથી ગુરુવાર સવારે ૧૧.૪૫ કલાકે રવાના થઈ હતી. ૧૨ બોગીઓ ધરાવતી આ ટ્રેન ૧૦૨ મીનીટમાં દિલ્હીથી આગ્રાની સફર ખેડી હતી. આ દરમિયાન ટ્રેનની ટેકનીકલ ટીમે ટ્રેનને છ જગ્યાએ રોકીને સિગ્નલ, ટ્રેક અને અન્ય ઉપકરણોની તપાસ કરી હતી.
પરિક્ષણ દરમિયાન ટ્રેનમાં રેલવેના સુરક્ષા કમિશ્નર પી.કે. વાજપેયી, આગ્રા ડિવિઝનના ડીઆરએમ વિજય સહગલ સહિત લગભગ ૫૦ લોકોની ટીમ હાજર રહી હતી. આ ટ્રેન નક્કી થયા મુજબના છ સ્થળોએ રોકાઈ હતી.
સેમી હાઈસ્પીડ ટ્રેન બપોરે લગભગ ૧.૨૦ કલાકે આગ્રા કૈંટ સ્ટેશન પર પહોંચી હતી. બપોરે ૨.૨૦ કલાકે આ ટ્રેન દિલ્હી માટે રવાના થશે. ટ્રેનનો નવી દિલ્હી પહોંચવાનો સમય સાંજના ૪.૨૫ કલાક નક્કી કરવામાં આવેલો છે.
સેમી હાઈસ્પીડ ટ્રેનના એન્જીનની ક્ષમતા ૫૪૦૦ હોર્સ પાવર છે. વધારે ઝડપ માટે ટ્રેનનો આકાર પર કામ કરવામાં આવ્યું છે. તે જ કારણથી ટ્રેનમાં માત્ર ૧૦ પેસેન્જર બોગી અને બે પાવર કાર છે.
આ સેમી હાઈસ્પીડ ટ્રેનનું પ્રથમ પરિક્ષણ ત્રણ જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું. તે સમયે આ ટ્રેન ૧૦૦ મીનીટમાં આગ્રા પહોંચી હતી. રેલવેના જનસંપર્ક અધિકારી ભૂપિંદર ઢિલ્લને જણાવ્યું હતું કે નવેમ્બરથી સેમી હાઈસ્પીડ ટ્રેન સામાન્ય જનતા માટે ચલાવવાની યોજના છે. ટ્રેનની મહત્તમ ઝડપ ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાક હશે.
હાલના સમયે દેશની સૌથી ઝડપથી દોડતી ટ્રેન નવી દિલ્હી-ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ છે. તેની મહત્તમ ઝડપ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાક છે. સરકાર દિલ્હી-આગ્રા, દિલ્હી-કાનપુર તથા દિલ્હી-ચંદીગઢની વચ્ચે ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવતી ટ્રેન ચલાવવા ઈચ્છે છે. આ રૂટ પર સફળતા મળ્યા બાદ હાઈ સ્પીડ ટ્રેન ચલાવવાની પરિયોજના પર આગળ કામ કરવામાં આવશે.
આગળ જુઓઃ સેમી હાઈસ્પીડ ટ્રેનના પરિક્ષણને લગતી તસ્વીરો