• Gujarati News
  • Dornier Air Craft Went Missing From Tamilnadu Coast 33 Days Ago Finally Found

ડોર્નિયર એરક્રાફ્ટનું સર્ચ ઓપરેશન પૂર્ણ, 33 દિવસ પહેલા થયું હતુ ગુમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેન્નાઈ: 33 દિવસ પહેલા ગુમ થયેલા ડોર્નિયર એરક્રાફ્ટની શોધ અંતે પૂર્ણ થઈ છે. ડોર્નિયર એર ક્રાફ્ટના અવશેષો મળી આવ્યા છે. આ ડોર્નિયર વિમાન 995 મીટર નીચે અને કુડ્ડાલોર જિલ્લાના પીચાવરમાંથી 16.5 નોટિકલ માઈલ દૂર મળી આવ્યુ છે. તેમાંથી ફ્લાઈટ ડેટા રેકોર્ડર પણ મળી આવ્યું છે. આ રેકોર્ડરનું વિશ્લેષણ કરીને જાણવામાં મદદ કરશે કે એરક્રાફ્ટમાં શું બન્યુ હતું.
કોસ્ટ ગાર્ડ આઈજી સત્યપ્રકાશ શર્માએ જણાવ્યું હતું કે સમુદ્રમાં ડોર્નિયરનો કાટમાળ શોધવા માટે શુક્રવારે રિલાયન્સના ઓલ્મપિક કેન્યોન જહાજને સફળતા મળી છે. આમાં લાગેલા રિમોટ કેમેરાની મદદથી લાપતા વિમાનનો કાળમાળ શોધવામાં આવ્યો અને ડોર્નિયરનાં ડેટા રેકોર્ડરને બહાર લાવવામાં આવ્યું. આના પરથી જાણકારી મળ્યા બાદ ઘટના કેમ બની તેની જાણકારી મળશે. ડોર્નિયરની શોધખોળ માટે નેવી અને કોસ્ટ ગાર્ડે ઉચ્ચ સ્તર પર સર્ચ ઓપરેશન લોન્ચ કર્યું હતું.

-33 દિવસથી સમુદ્રમાં ચાલી રહી હતી શોધખોળ

કોસ્ટ ગાર્ડનાં સર્વિલન્સ ડોર્નિયર એરક્રાફ્ટ CG-791માં ડેપ્યુટી કમાન્ડર પાયલટ વિદ્યાસાગર, કો પાયલટ એમ કે સોની અને નેવિગેટર સુભાષ સુરેશ સવાર હતા. સૂત્રો અનુસાર એરક્રાફ્ટે 8 જૂનની સાંજે 5.30 કલાકે ચેન્નઈથી ઉડાન ભરી હતી. આ બાદ તિરૂચિરાપલ્લી પાસે રાત્રે 10 વાગે છેલ્લી વાર સંપર્ક થયો હતો.

-10 હજાર ફૂટથી વધારે ઊંચાઈ પર નથી ઉડી શકતું વિમાન

એરક્રાફ્ટ દસ હજાર ફૂટથી વધારે ઉંચાઈ પર નહોતું ઉડી શકતું. શોધખોળમાં લાગેલી ટીમને 13 જૂને સમુદ્રની સપાટી પર ઓઈલ મળી આવ્યું હતું. શોધખોળમાં નેવીનાં સબમરીનને પણ મદદ લેવામાં આવી હતી.