તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદી આજે કઝાકિસ્તાનમાં SCO સમિટમાં લેશે ભાગ, શરીફ સાથે કરશે મુલાકાત?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી કઝાકિસ્તાનના અસ્તાનામાં યોજાઈ રહેલી 2 દિવસીય શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા રવાના થઈ ગયા છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ આ સમિટમાં ભાગ લેવા ગુરુવારે જશે. સત્તાવાર સૂત્રોના અનુસાર પીએમ મોદી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અલગથી મુલાકાત કરશે, પણ પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફ સાથે મુલાકાતનો કોઇ કાર્યક્રમ નથી. માનવામાં આવે છે કે જિનપિંગ સાથેની મુલાકાતમાં મોદી એનએસજીમાં ભારતના સભ્યપદનો મુદ્દો પણ ઉઠાવશે. વિદેશ મંત્રાલયમાં યુરેશિયા બાબતોના સંયુક્ત સચિવ જી.વી. શ્રીનિવાસે બુધવારે કહ્યું હતું કે સમગ્ર કાર્યક્રમ નક્કી કરી લેવાયો છે. તેમણે કહ્યું હતું કે એસસીઓમાં ભારતને સભ્યપદ મળવું મહત્વપૂર્ણ છે.
 
 
મોદી માટે કઝાકિસ્તાન જવું  કેમ જરૂરી છે?
 
કઝાકિસ્તાન મધ્ય એશિયાનો મહત્વપૂર્ણ દેશ છે અને પારંપરિક રીતે ભારત સાથે તેના સારા સંબંધો રહ્યા છે. જો ભારત મધ્ય એશિયામાં તેની પકડ વધારે મજબૂત કરવા માંગતું હોય તો કઝાકિસ્તાન એક નેચરલ પાર્ટનર છે. મોદી 2015 પણ કઝાકિસ્તાનનો પ્રવાસ કરી ચૂક્યા છે. તે સમયે પણ કેટલીક મહત્વપૂર્ણ સમજૂતીઓ થઈ હતી. રાજકીય દ્રષ્ટિએ પણ કઝાકિસ્તાનનું ઘણું મહત્વ છે. અમેરિકા તથા રશિયા બંનેને તેમાં રસ છે. આ કારણોસર મોદી કઝાકિસ્તાનમાં એસસીઓ સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે.
 
આતંક સામેની લડાઇનો સૌથી મોટો ચહેરો બનીને સામે આવ્યું છે ભારત
 
શાંઘાઈ સહયોગ સંગઠનમાં સામેલ  દેશોના નેતા વિશ્વની અડધી જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરી કરે છે. મિલિટ્રી સહયોગ, ઈન્ટેલિજન્સ આદાન પ્રદાન અને આતંકવાદ સામે લડાઇ આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ છે. મોદી વડાપ્રધાન બન્યા બાદ ભારત વિશ્વમાં આતંકવાદ સામે લડાઇનો સૌથી મોટો ચહેરો બનીને સામે આવ્યું છે. તેથા ભારતને આ બેઠકનો હિસ્સો બનાવવામાં આવી રહ્યું છે.
 
પાકિસ્તાનને ઘેરશે ભારત
 
એસસીઓ બેઠકમાં ભલે મોદી અને શરીફ વચ્ચે વાતચીત ન થાય પરંતુ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો એક પણ મોકો નહીં છોડે. ભારત આ મંચ પરથી નામ લીધા વગર પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. પાકિસ્તાનની નાપાક હરકતો સામે ભારત પાસે આંતરારષ્ટ્રીય મંચ પર ઘેરીને શરમમાં મૂકવાનો મોકો છે.
 
પીએમે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, અમે ગત વર્ષે તાશકંદમાં પ્રક્રિયાની શરૂઆત કરી હતી.  અમે એસસીઓ દ્વારા આર્થિક અને પ્રાદેશિક રીતે જોડાવાની સાથે સાથે આતંકવાદના વિરોધ પર પરસ્પર સહયોગને મજબૂત કરવાની આશા રાખી રહ્યા છીએ.
 
ભારત-પાકિસ્તાન છે SCO ઓબ્ઝર્વર
 
ફોરેન ઓફિસરના જણાવ્યા મુજબ, પાકિસ્તાન એસસીઓનું કાયમી સભ્ય બની શકે છે. હાલ ભારત અને પાકિસ્તાન અફઘાનિસ્તાન, બેલારુસ, ઇરાન અને મોંગોલિયાની સાથે ગ્રુપમાં ઓબ્ઝર્વર છે. પાકિસ્તાને 2010માં ફૂલ મેમ્બરશિપ માટે અરજી કરી હતી. 2015માં રશિયામાં યોજાયેલી એસસીઓ મીટિંગમાં તેને સભ્યપદ આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો હતો. આ વર્ષે ભારત અને પાકિસ્તાન બંનેને એસસીઓનું કાયમી સભ્યપદ આપવામાં આવશે.
 
શરીફની દ્વિપક્ષીય મંત્રણા
 
SCO સમિટમાં શરીફ અન્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ મીટિંગ અંગેની  કોઈ સત્તાવાર માહિતી નથી પરંતુ રશિયાના પ્રેસિડેન્ટ વ્લદામિર પુટિન સાથે મુલાકાત કરી શકે છે.
 
મોદી શરીફ સાથે કરશે ચર્ચા કે હસ્તધનૂન?
 
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ શરીફ અને મોદીની સત્તાવાર મુલાકાતની હજુ સુધી કોઇ માહિતી નથી. પરંતુ બંને નેતાઓ એક  છત હેઠળ ચર્ચા કે હસ્તધનૂન કરે તે વાત નકારી શકાય નહીં.
 
SCO સમિટની સાથે ઇન્ટરનેશનલ એક્સપો
 
સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યા મુજબ કાઝાકિસ્તાન એસસીઓ સમિટની સાથે ઈન્ટરનેશનલ એક્સપો 2017નું પણ આયોજન કરી રહ્યું છે. જેમાં પાકિસ્તાન સહિત 100થી વધુ દેશો ભાગ લઇ રહ્યા છે. શરીફ અને ભાગ લઇ રહેલા એસસીઓ હેડ ઓફ સ્ટેટ્સ પણ એક્સપોના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેશે.
 
શું છે SCO
 
શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાખિસ્તાન અને ઉઝબેકિસ્તાનનું સંગઠન છે. રાજકીય, આર્થિક અને સૈન્ય દ્રષ્ટિકોણથી સભ્ય દેશોની મદદ માટે 1996માં તેની સ્થાપના કરવામાં આવી હતી. ચાલુ વર્ષે આ સંગઠનમાં ભારત અને પાકિસ્તાનનો પણ સમાવેશ કરાશે. એસસીઓ HoSCની નિર્ણય કરતી ટોચની બોડી છે. જેની દર વર્ષે મીટિંગ થાય છે. ગત સમિટ ઉઝબેકિસ્તાનમાં જૂન 2016માં યોજાઇ હતી.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, શું કહે છે એક્સપર્ટ્સ
અન્ય સમાચારો પણ છે...