સ્કૂલ ટીચર બની બ્યૂટી Queen, ગ્લેમરસ-સ્પોર્ટી અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉદયપુરઃ રાજસ્થાનની લેકસિટી ઉદયપુરમાં રહેતી પ્રીતિ સોલંકી ટૂંક સમયમાં જ મિસિસ યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ 2016નો ભાગ બનવા જઈ રહી છે. તેણે થોડા મહિના પહેલા દિલ્હીમાં થયેલી એક ઈવેન્ટમાં મિસિસ ઈન્ડિયા મોસ્ટ ટેલેન્ટેડ ક્વીન ઓફ સબસ્ટેંસનું શીર્ષક પોતાના નામે કર્યું હતું. આ ઈવેન્ટ માટે તે જમૈકા જવાની તૈયારી કરી રહી છે. અહીંયા તેનો મુકાબલો 50 દેશોમાંથી આવેલા સ્પર્ધકો સાથે થશે. કોણ છે આ મિસિસ ઈન્ડિયા મોસ્ટ ટેલેન્ટેડ ક્વીન ઓફ સબસ્ટેંસ...
- ઉદયપુરની રહેવાસી ડો. પ્રીતિ પંવાર સોલંકી જમૈકાના કિંગ્સટનમાં ભારતની વિશેષતાનું પ્રદર્શન કરશે.
- તે શહેરમાં એક સન્ડે સ્કૂલ ચલાવે છે. જેના માટે તેણે પોતાની નોકરી પણ છોડી દીધી હતી.
- પ્રીતિ તેની ટીમ સાથે વિવિધ શાળામાં જઈને સાયન્સ પ્રોજેક્ટ્સ અને આર્ટ્સ વિશે જાણકારી આપે છે.
- આ પહેલા તે મેવાડ યુનિવર્સિટીમાં ચિત્તોડગઢ મેનેજમેન્ટ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતી.
- તેની સાથે તે એક કોર્પોરેટ ટ્રેનર, મોટિવેશનલ સ્પીકર અને સોશિયલ વર્કર પણ હોય છે.
- તેણે જણાવ્યું કે, તે તેના બ્લોગ પર અલગ જ અંદાજમાં લખે છે. તે ઘણી સામાજિક સંસ્થાઓ સાથે મળીને કામ પણ કરે છે.
જમૈકા માટે શું કરી રહી છે તૈયારી

- એક જુલાઈથી દસ દિવસીય મિસિસ યુનાઈટેડ-2016માં ભારતની વિશેષતાથી બધાને પરિચિત કરાવશે.
- ભારત તરફથી ઉદયપુરની પ્રીતિ તેમના દેશની સંસ્કૃતિ, મેવાડી પરંપરા જેવી વિશેષતા દેખાડશે.
- પ્રીતિએ જણાવ્યું કે, તે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં થયેલી ચાર દિવસીય મિસિસ ઈન્ડિયા નેશન-2016માં મિસિસ ઈન્ડિયા ટેલેન્ટનું શીર્ષક જીતી ચૂકી છે.
- ડો. પ્રીતિ પંવાર સોલંકીએ જણાવ્યું કે, તેમાં 10થી 12 રાઉન્ડ હોય છે. જેમાં એકેડમી, જનરલ અવેરનેસ, ગ્લેમર, સ્પોર્ટસ જેવામાં પોતાને સાબિત કરવાની હોય છે.
- તેના માટે પ્રીતિએ ઘણી તૈયારીઓ કરી છે અને અત્યારથી સૌથી અલગ અંદાજમાં તેના દેશ અને શહેરને જણાવવાનું પ્લાનિંગ કરી લીધું છે.
10 લાખ સુધીનો થશે ખર્ચ, સ્પોન્સર્સની શોધ

- ડો. પ્રીતિનું કહેવું છે કે, દસ દિવસીય કાર્યક્રમમાં ઉદયપુરથી જમૈકાના કિંગ્સટનમાં આવવા-જવાની સાથે જ રહેવાનો અંદાજે 9થી 10 લાખ થવાની શક્યતા છે.
- મોટી રકમ હોવાથી તે થોડી ચિંતામાં છે. તેનું કહેવું છે કે, અમુક લોકોએ તેને સ્પોન્સર કરી છે.
અન્ય સમાચારો પણ છે...