ડાન્સર સપનાના ગીત પર સ્કૂલ ગર્લનો ડાન્સ, વીડિયો થયો વાયરલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોહતકઃ હરિયાણવી ડાન્સર અને સિંગર સપના ચૌધરીનો ક્રેઝ હરિયાણા, એનસીઆર અને ઉત્તર પ્રદેશના લોકલ વિસ્તારમાં ઘણો જ વધારે છે. આ વાતનો અંદાજો સપનાના નામે સોશિયલ મીડિયામાં વીડિયો અને ફેસબુક પેજની સંખ્યાના આધારે લગાવી શકાય છે. સપનાના ફેન્સ તેના ગીત અને ડાન્સ મૂવ્સને ફોલો કરે છે. આવો જ એક સ્કૂલ ગર્લનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્કૂલ ગર્લ સપનાના ડાન્સ સ્ટેપ્સને ફોલ કરતા જોવા મળી રહી છે.
હરિયાણાનો જ છે વીડિયો..

- સ્કૂલ ગર્લના ડાન્સનો વીડિયો સરસ્વતી પૂજન સમયનો જણાવવામાં આવી રહ્યો છે. જોકે આ વાતની પૃષ્ટિ નથી થઈ.
- આ વીડિયો કઈ તારીખનો તે હાલ સામે નથી આવ્યું. આ વીડિયોને જુદા-જુદા યૂઝર્સે યૂટ્યુબ પર અપલોડ કરેલો છે.
- સ્કૂલ ગર્લ સપના ચૌધરીના હરિયાણવી ગીત ‘ન ઓલ્હા ન ઘાટા’ પર તેના જ ડાન્સ મૂવ્સને ફોલો કરતી જોવા મળે છે.
- સ્કૂલ ગર્લ કોઈ ક્લાસ રૂમમાં જ ડાન્સ કરતી જોવા મળે છે. આ સમયે અન્ય સ્ટુડન્ટ્સ અને ટીચર ત્યાં જ હાજર દેખાય છે.
- આ વાયરલ વીડિયોને 5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેને વિવિધ સાઈટ્સ પર લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે.
ચર્ચામાં છે ડાન્સર સપના

- ડાન્સર સપનાએ અમુક દિવસ પહેલા જ સુસાઈડનો પ્રયાસ કર્યો હતો, હાલ તેની સ્થિતિમાં સુધાર છે.
- સપના સોશિયલ મીડિયા પર કરવામાં આવતા અશ્લીલ મેસેજ અને કોમેન્ટને કારણે તણાવમાં હતી. આ જ કારણે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
- સપના ચૌધરી હરિયાણાની જાણીતી ડાન્સર અને રાગિની શૈલીની સિંગર છે. તે 9 વર્ષની વયે જ ડાન્સ અને ગીતમાં પોતાનું કરિઅર બનાવી ચુકી હતી. તે મૂળ રોહતકની છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ ડાન્સ વીડિયો અને સંબંધિત તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...