કેદારનાથમાં 3 વર્ષ પછી પણ છે આપત્તિના નિશાન, તણાયા હતા હજારો લોકો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી/દહેરાદૂનઃ ઉત્તરાખંડની કરૂણાંતિકાની ત્રીજી વર્ષગાંઠ પર આરએસએસ વડા મોહન ભાગવતે બીજેપી સાંસદ અશ્વિની ચોબેનું પુસ્તક ત્રિનેત્રનું વિમોનચન કર્યું છે. કેદારનાથમાં ત્રણ વર્ષ પહેલા આવેલી તબાહીમાં 5000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ત્રણ વર્ષમાં સરકારે કેદારનાથ ધામને તેનું જૂનું સ્વરૂપ આપવામાં ઘણા અંશે સફળ રહી છે, પરંતુ એ ભયાનક તબાહીની નિશાનીઓ આજે પણ કેદારનાથ ઘાટીમાં જોવા મળે છે. જાણો કેદારનાથમાં કેટલું નુકશાન થયું હતું...
- ત્રણ વર્ષ પહેલા 16 જૂનના રોજ કેદારનાથમાં આવેલા જળપ્રલયે ઉત્તરાખંડને હચમચાવી દીધું હતું.
- આ જળપ્રલયમાં 5 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ગુમ થયા હતા.
- કેદારનાથમાં હજુ પણ ઘણા એવા ઘર છે જે સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત પડ્યા છે.
- કેદારનાથના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા છે.
- કરુણાંતિકાની વરસીના દિવસે પણ હજારો લોકો દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
- મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરુણાંતિકાના ત્રણ વર્ષ પછી પણ ઘણા વિસ્તારોમાં સરકાર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ઝડપથી કામ કરવામાં આવ્યું છે.
- કેદારનાથ મંદિર સુધી જતો 50 ફૂટ પહોળો રસ્તો અને કચરો બનેલા હેલીપેડ અને ઘણા ઝૂંપડાને ફરીથી જૂનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
શું થયું હતું 16 જૂન, 2013ની રાત્રે?

- 16 જૂન, 2013ની રાત્રે કેદારનાથમાં ભયાનક જળપ્રલય આવ્યો હતો, આ જળપ્રલયે કેદાર ઘાટીનો ચહેરો બદલી નાખ્યો હતો.
- આ જળપ્રલયથી કેદારનાથ મૃતદેહોની ચાદરથી ઢંકાઈ ગયું હતું. આટલું જ નહીં ઘણા લોકોની તો ભાળ પણ મળી શકી ન્હોતી.
- આ ભયંકર પ્રલયમાં ન હોટલ બચી કે ન ધર્મશાળા, ના જીંદગી બચી ના તો કુદરતની સુંદરતા. સલામત રહ્યું તો માત્ર કેદારનાથ મંદિર.
- કેદારનાથની નજીક વહેતી નદી મંદીકીનીના પ્રવાહનો મિજાજ બદલાઈ ગયો અને ઉતરાખંડની તમામ નદીઓ કિનારા તોડીને વહેવા લાગી હતી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, દુર્ઘટનાના ત્રણ વર્ષ બાદ કેવો છે કેદારનાથનો નજારો...
તમામ તસવીરોઃ શ્યામ સુંદર ગોયલ