તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્કમ ટેક્સ રિટર્ન માટે શું આધાર જરૂરી છે? SC આજે સંભળાવશે ફેંસલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: જેમની પાસે આધારકાર્ડ નથી તેઓ હાલ PAN કાર્ડના આધારે જ આવકવેરા રિટર્ન ભરી શકશે પણ જેઓ આધારકાર્ડ કઢાવી ચૂક્યા છે તેમણે PAN કાર્ડ સાથે લિન્ક કરાવવું પડશે. આવકવેરા રિટર્ન અને PAN કાર્ડ માટે આધાર અનિવાર્ય કરવાને પડકારતી અરજીઓ અંગે સુનાવણી દરમિયાન શુક્રવારે સુપ્રીમકોર્ટે આ વ્યવસ્થા આપી. સુપ્રીમની બેન્ચે કહ્યું કે જેમની પાસે આધારકાર્ડ ન હોય તેમને આધારકાર્ડ કઢાવી PAN સાથે લિન્ક કરાવવાની ફરજ ન પાડી શકાય.
 
કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવકવેરા રિટર્ન અને PAN માટે આધાર અનિવાર્ય કરતી આવકવેરા કાયદાની કલમ 139 AA પર લાગેલી રોક આંશિક છે, જે આધાર મામલે સુપ્રીમકોર્ટની બંધારણ બેન્ચનો ચુકાદો આવે ત્યાં સુધી લાગુ રહેશે. આધાર યોજના લોકોના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરી રહી છે કે કેમ ωમતલબ કે તેનાથી લોકોની ગોપનીય માહિતી લીક થવાનો ખતરો છે કે કેમ તે અંગે બંધારણ બેન્ચ સુનાવણી કરી રહી છે.
 
આધાર ફરજિયાતનો નિયમ બંધારણનું ઉલ્લંઘન નથી
 
કોર્ટે કહ્યું કે આવકવેરા રિટર્ન અને PAN કાર્ડ માટે આધારને અનિવાર્ય કરતી આવકવેરા કાયદાની કલમ 133 AAની જોગવાઇ બંધારણના અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 19નું ઉલ્લંઘન નથી. અનુચ્છેદ 14 સમાનતા જ્યારે અનુચ્છેદ 19 અભિવ્યક્તિ અને માહિતીની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. નવા નિયમથી પાછલા વ્યવહારોની સમીક્ષા નહીં થાય.
 
સરકાર આધારનો ડેટા લીક ન થાય તે સુનિશ્ચિત કરે  
 
સુપ્રીમકોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર આધારકાર્ડની સુરક્ષા સુનિશ્ચિત કરે. કોઇ પણ વ્યક્તિની મહત્વની વિગતો લીક ન થવી જોઇએ. સરકારે PAN કાર્ડની નકલ રોકવા પણ પગલાં લેવા જોઇએ. સરકારે એવા ઉપાય કરવા જોઇએ કે જેથી જનતાને ભરોસો બેસે કે તેમની વિગતો લીક નહીં થાય.
 
SC એ સ્પષ્ટ કહ્યું હતું કે યુનિક આઇડેન્ટિટી નંબર સ્વૈચ્છિક છે
 
- આ ઍક્ટ પ્રમાણે- ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે. એ જ રીતે પાન કાર્ડ બનાવવા માટે પણ આધાર્ડ કાર્ડ જરૂરી કરવામાં આવ્યું છે.આ કાયદો આ જ વર્ષે 1 જૂલાઇથી લાગુ થવા જઇ રહ્યો છે.
- સીપીઆઈ લીડર બિનોય વિસ્વામ સહિત અનેક લોકોએ સુપ્રીમ કોર્ટમાં આ કાયદાને પડકાર્યો છે. પિટિશન પ્રમાણે 2015માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે યુનિક આઇડેન્ટિટી નંબર સ્વૈચ્છિક છે. પરિણામે, સરકાર આઇટીઆર અને પાન માટે આધારને મેન્ડેટરી ઘોષિત ન કરી શકે. 
- પિટિશનર્સના વકીલ શ્યામ દીવાને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટના એ આદેશોના હિસાબે નથી ચાલી રહી જે આધાર કાર્ડને મેન્ડેટરી કે વોલન્ટરી જાહેર નહીં કરવાને લઇને જાહેર કરવામાં આવ્યા હતા.
 
સરકારે શું કહ્યું હતું?
 
- 21 એપ્રિલે જસ્ટિસ એ.કે. સીકરીની અધ્યક્ષતાવાળી બેન્ચની સામે કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ મુકુલ રોહતગી હાજર થયા હતા.
- કોર્ટના આધારને મેન્ડેટરી કરવાના સવાલ પર રોહતગીએ કહ્યું હતું કે કેટલાંક લોકો એવા પાન કાર્ડની જાણકારી આપી રહ્યા હતા જે નકલી દસ્તાવેજોના આધારે બનાવવામાં આવ્યા હતા. કેટલાક એવા મામલાઓ પણ સામે આવ્યા જેમાં એક વ્યક્તિ પાસે ઘણા પાન કાર્ડ હતા. આ નકલી કાર્ડ્સનો ઉપયોગ નકલી કંપનીઓને પૈસા ટ્રાન્સફર કરવા માટે થતો હતો. 
- તેના પર સુપ્રીમ કોર્ટે રોહતગીને સવાલ કર્યો હતો, "તો શું પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ જરૂરી છે? તેને મેન્ડેટરી કેમ કરવામાં આવ્યું?"
- તેના જવાબમાં રોહતગીએ કહ્યું કે પહેલા પણ એવા સમાચાર આવ્યા હતા કે લોકો નકલી આઇડેન્ટિટી કાર્ડ મારફતે મોબાઇલ ફોન માટે સિમ કાર્ડ ખરીદી રહ્યા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટે તેના પર લગામ મૂકવા કહ્યું હતું. 
અન્ય સમાચારો પણ છે...