તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરી કેસમાં અડવાણી સામે ખટલો ચાલશે કે નહીં ? SC કાલે આપશે ચુકાદો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: બાબરી ધ્વંસ કેસમાં ભાજપના દિગ્ગજ નેતાઓ મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી તથા વિનય કટિયાર સામે ખટલો ચાલશે કે નહીં, તે અંગે સુપ્રીમ કોર્ટ ગુરૂવારે નિર્ણય લેશે. નીચલી કોર્ટે તેમની સામેના આરોપોને સ્વીકાર્યા ન હતા. 

અડવાણી સામે કડક વલણના સુપ્રીમે આપ્યા હતા અણસાર 

ગત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તપાસનીશ એજન્સી સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન)ને કહ્યું હતું કે, અડવાણી સહિત અન્યોને ટેક્નિકલ ગ્રાઉન્ડ પર છોડી મૂકવાની અરજી અમે નહીં સ્વીકારીએ. ગુનાહિત કાવતરું ઘડવાની કલમ ઉમેરીને અડવાણી સહિત 13 અન્યો સામે પૂરક આરોપનામું દાખલ કરવા દઈશું. અમે ટ્રાયલ કોર્ટને સંયુક્ત ખટલો ચલાવવા નિર્દેશ આપીશું. 

અડવાણીના વકીલે દલીલ આપતા કહ્યું હતું કે, જો ગુનાહિત કાવતરાંની કલમ ઉમેરવી હોય તો નીચલી અદાલતમાં જુબાની આપનાર તમામ 183 સાક્ષીઓની ફેર તપાસ થવી જોઈએ. 

સમાધાન અંગે AIMPLBમાં બે મત 

મંગળવારે સુપ્રીમ કોર્ટે રામ મંદિર – બાબરી મસ્જિદ કેસમાં સમાધાનથી રસ્તો કાઢવાનું સૂચન કર્યું હતું. આ માટે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ ખુદ અથવા તો અન્ય સીટિંગ જ્જને મુખ્ય લવાદ બનાવવા સૂચન કર્યું હતું. AIMPLBના સભ્ય અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, અગાઉ મધ્યસ્થીના પ્રયાસો નિષ્ફળ રહ્યા હોવાથી કોર્ટનો ચુકાદો જ એકમાત્ર વિકલ્પ છે. જ્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો-બોર્ડના મૌલાના ખાલિદ રશીદના કહેવા પ્રમાણે, "સુપ્રીમ કોર્ટના નિર્દેશ હેઠળ આ કેસના કોર્ટ બહારના સમાધાન માટે તૈયાર છીએ." 

શું છે મામલો ? વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો