તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટની બહાર ઉકેલાય રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ, સુપ્રીમનું સૂચન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી : અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળ અંગે મંગળવારે નવો વળાંક આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું હતું કે, રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે કોર્ટ બહાર પ્રયાસો થાય. બંને પક્ષ સામસામે બેસીને કોઈ નિર્ણય લે. જો વાતચીત નિષ્ફળ રહેશે તો અમે દખલ કરીશું, અને કોઈ મધ્યસ્થીની નિમણૂક કરીશું. આ સામે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વાંધો ઉઠાવ્યો હતો. બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજકે આ સૂચન નકારી કાઢ્યું છે. જ્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કહેવા પ્રમાણે, આ અંગે ધર્મ સંસદ નિર્ણય લેશે. 
 
વાટાઘાટો સફળ ન રહે તો અમે દખલ કરીશુંઃ સુપ્રીમ
 
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ જે.એસ. ખહેરની અધ્યક્ષતામાં ત્રણ જ્જોની બેન્ચે મંગળવારે સુનાવણી હાથ ધરી હતી. ત્યારે મુખ્ય ન્યાયધીશ જે.એસ. ખહેરે સૂચન કર્યું હતું કે, આ વિષય ધર્મ તથા આસ્થા સાથે  જોડાયેલો છે. એટલે તેને કોર્ટની બહાર ઉકેલવા પ્રયાસ કરવો જોઈએ. 
 
સુપ્રીમ કોર્ટે સૂચવ્યું હતું કે, વિવાદને ઉકેલવા માટે વાટાઘાટોના નવેસરથી પ્રયાસ કરવા જોઈએ. આ માટે બંને પક્ષોએ બેસીને પરસ્પર સહમતિથી વાટાઘાટકારો નીમવા જોઈએ. ચીફ જસ્ટિસ ખેહરે જરૂર પડ્યે ખુદ મધ્યસ્થી કરવાની તૈયારી દાખવી હતી. જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટના સીટિંગ જજને મુખ્ય વાટાઘાટકાર તરીકે નીમવાની તૈયારી સર્વોચ્ચ અદાલતે દાખવી હતી. સાથે જ ઉમેર્યું હતું કે જો વાટાઘાટોમાં સફળતા ન મળે તો સર્વોચ્ચ અદાલત છે. 

આ અંગે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું હતું કે, અગાઉ અનેક વખત પ્રયાસ થઈ ચૂક્યા છે. પરંતુ તેમાં સફળતા નથી મળી. એટલે હવે કોર્ટની દખલ અનિવાર્ય બની ગઈ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ધર્મ અને આસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓનું સમાધાન વાટાઘાટોથી આવે તે ઈચ્છનીય છે. તેમણે સ્વામીને તા. 31મી માર્ચ કે તે પહેલા સર્વોચ્ચ અદાલતમાં અરજી આપવા કહ્યું હતું.   
 
રામ જન્મભૂમિની સુરક્ષા વધારવામાં આવી 

સુપ્રીમ કોર્ટના સૂચન બાદ અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળે આવેલા હંગામી રામ મંદિરની સુરક્ષા વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005માં હંગામી મંદિર પર હુમલાનો પ્રયાસ થયો હતો. પરંતુ સુરક્ષાબળોએ આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
 
પ્રતિક્રિયા 

- બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજક જાફરાયબ ઝિલાનીના કહેવા પ્રમાણે, સુપ્રીમ કોર્ટનું સૂચન સ્વીકારી શકાય તેમ નથી. આ તબક્કે હવે મધ્યસ્થી શક્યતા નથી અને ચુકાદો જ આવવો જોઈએ.: જાફરયાબ ઝિલાની, સંયોજક, બાબરી મસ્જિદ એક્શન કમિટી 

- સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવકારદાયક છે. મને લાગે છે કે કોર્ટની બહાર આ કેસનો ચુકાદો આવવો જોઈએ. : ઉમા ભારતી, કેન્દ્રીય પ્રધાન 

- તમામ ભારતીયોના સહકારથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ. મધ્યસ્થી અંગે ધર્મસંસદ તથા સંબંધિત પક્ષકારો તથા અરજદારોએ નિર્ણય લેવાનો છે. : દત્તાત્રેય હોસબોલે, વિચારક, સંઘ 
 
પાંચ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં ચાલે છે કેસ. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો