તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટ પતિ પર પત્નીને સાથે રાખવા માટે દબાણ ન કરી શકે: SC

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોર્ટ પતિ પર પત્નીને સાથે રાખવા માટે દબાણ ન કરી શકે. આ સાથે જ કોર્ટે એક પાયલટ પતિને તેની અલગ રહેતી પત્ની અને બાળકના નિર્વાહ માટે 10 લાખ રૂપિયા ઇન્ટરિમ મેઇન્ટેનન્સ જમા કરવાનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટનો તે જામીનનો આદેશ પણ માન્ય કર્યો, જેને પતિ તરફથી સમાધાનની વિરુદ્ધ ગયા પછી રદ્દ કરી દેવામાં આવ્યો હતો.

 

રકમ ઓછી કરવાની અપીલ રદ્દ

 

- જસ્ટિસ આદર્શ ગોયલ અને યૂયૂ લલિતની બેન્ચે કહ્યું, “અમે પત્નીને સાથે રાખવા માટે પતિ પર દબાણ ન કરી શકીએ. આ એક માનવીય સંબંધ છે. તમે (પતિ) ટ્રાયલ કોર્ટમાં 10 લાખ રૂપિયા જમા કરો, જેને વગર કોઇ શરતે પત્ની મેળવી શકે.”

- પતિ તરફથી હાજર થયેલા વકીલે આ રકમ ઓછી કરવાની વિનંતી કરી તો કોર્ટે કહ્યું કે આ ફેમિલી કોર્ટ નથી, એટલે તેના પર ચર્ચા ન કરી શકાય.

 

4 અઠવાડિયામાં જમા કરવાના થશે 10 લાખ

 

- બેન્ચે કહ્યું, “જો તમે 10 લાખ રૂપિયા તાત્કાલિક જમા કરવા માટે તૈયાર હો તો જામીન ઓર્ડર માન્ય કરવામાં આવશે.” તેના પર વકીલે પૈસા જમા કરાવવાની પરવાનગી આપી દીધી.

- ત્યારબાદ કોર્ટે પિટિશનરને 10 લાખ રૂપિયા ચાર અઠવાડિયામાં જમા કરવાનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે આ રકમ આગળની કાર્યવાહીઓ પ્રમાણે એડજસ્ટ થઇ શકશે. સાથે જ બંને પક્ષ સમાધાન કરવા માટે સ્વતંત્ર છે.

- સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ કાર્યવાહી ત્રણ મહિનામાં પૂરી થઇ શકે છે, જેવો હાઇકોર્ટે પણ નિર્દેશ કર્યો છે.

 

શું છે મામલો?

 

- આ કેસ પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો છે, જેમાં તેમના નામ આપવામાં આવ્યા નથી. પતિ પર દહેજ માટે હેરાન કરવા સહિત આઇપીસીની ઘણી કલમો હેઠળ કેસો નોંધાયેલો છે. તેને પત્ની અને બાળકને સાથે રાખવાનું સમાધાન કરવાની શરતની સાથે જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ, તેણે પછીથી તેમને સાથે રાખવાની ના પાડી દીધી. તેના પર મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેન્ચે પતિની એન્ટિસિપેટરી બેઇલ અરજી 11 ઓક્ટોબરના રોજ રદ્દ કરી હતી.

- કોર્ટનું કહેવું હતું કે પતિએ ફરિયાદ કરનાર સાથે સમાધાન કર્યું, પરંતુ તે પોતાના વચનથી ફરી ગયો. તેણે પોતાની જવાબદારીઓમાંથી પીછો છોડાવવા માટે તેના વિરુદ્ધ એક એફિડેવિટ નોંધાવી દીધું.

અન્ય સમાચારો પણ છે...