તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પટિયાલા હાઉસમાં હોબાળા વિશે SIT તપાસ માટે કેન્દ્ર અને દિલ્હી પોલીસને SCની નોટિસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં તમામ સુરક્ષા હોવા છતા જેએનયુ વિદ્યાર્થી સંઘ યુનિયન કન્હૈયા અને પત્રકારો સાથે થયેલી મારા-મારીના કેસ મામલે આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ આપી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને આ વિશેની તપાસ SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ને સોંપવા માટે નોટીસ આપી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે મારમારી કરતા ત્રણ વકીલો સામે પણ નોટિસ રજૂ કરી છે. આ કેસની વધારે સુનાવણી સુપ્રીમકોર્ટ દ્વારા 4 માર્ચના રોજ કરવામાં આવશે.
નોંધનીય છે કે 15 ફેબ્રુઆરીના રોજ કન્હૈયાને જ્યારે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેની સાથે ધક્કા મૂક્કી કરવામાં આવી હતી અને જેએનયુ વિદ્યાર્થીઓની સાથે પત્રકારો સાથે પણ મારા-મારી કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...