તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શા માટે બધાયને જૂની નોટો જમા કરાવવાની છૂટ નહીં? કેન્દ્ર-RBIને સુપ્રીમની નોટિસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: રદ થયેલી જૂની ચલણી નોટોના મામલે સુપ્રીમ કોર્ટની બેન્ચે કેન્દ્ર અને રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાને 2 અઠવાડિયાની અંદર જવાબ આપવા માટેની નોટિસ આપી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને આરબીઆઇ પાસે જવાબ માંગ્યો છે કે શા માટે બધાં જ લોકોને 31 માર્ચ સુધી જૂની નોટો બેન્કમાં જમા કરાવવાની છૂટ નથી મળતી? આ  મામલે આગામી સુનાવણી 11 એપ્રિલે કરવામાં આવશે.
 
સુપ્રીમે અંતિમ નિર્ણય માટે કરી હતી સુનાવણી
 
- સુપ્રીમ કોર્ટે શરદ મિશ્રા દ્વારા ફાઇલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) અંગે અંતિમ ફેંસલા માટે સુનાવણી કરી હતી.
- આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે રદ થયેલી જૂની ચલણી નોટોને 31 માર્ચ સુધી બેન્કોમાં જમા કરાવી શકાશે એવું જે વચન કેન્દ્ર સરકારે આપ્યું હતું તેનું પાલન થતું નથી. લોકો હવે જૂની નોટો જમા કરાવી શકતા નથી.
- કેન્દ્રએ આ બાબતની છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે કોઇપણ જવાબ આપવાને બદલે તેઓ આ બાબત અંગે સીધી દલીલ કરશે.
 
આ પહેલા 6 માર્ચે પણ આપી હતી નોટિસ
 
- સુપ્રીમ કોર્ટે આ પહેલા 6 માર્ચે લોકો તેમને આપવામાં આવેલા વચન પ્રમાણે રદ થયેલી ચલણી નોટો 31 માર્ચ સુધીમાં જમા કરાવી શકતા નથી તેવો આરોપ મુકતી અરજી બાબતે જવાબ આપવા નોટિસ મોકલી હતી.
- આરબીઆઇએ ડિમોનેટાઇઝેશનનો 50 દિવસનો સમય પૂરો થયા પછી રદ થયેલી નોટો એક્સચેન્જ કરવા માટે 31 ડિસેમ્બરે તેની પાંચ ઑફિસો, મુંબઈ, નવી દિલ્હી, ચેન્નાઇ, કોલકાતા અને નાગપુરને નિયુક્ત કરી હતી.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે સમગ્ર દેશને સંબોધતી તેમીન સ્પીચમાં કહ્યું હતું કે, કેટલાક એવા લોકો હશે જે કોઇ કારણોસર જૂની 500 અને 1000 રૂપિયાની નોટો 30 ડિસેમ્બર સુધીમાં જમા નહી કરાવી શકે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો