બોલ્ડ ગુજરાતી ફિલ્મ મેઘધનુષ્યને SCમાંથી રાહત નહીં, ત્રણેક વર્ષ 'લટકેલી' રહેશે

divyabhaskar.com

Sep 20, 2015, 11:57 AM IST
ફિલ્મનું એક દ્રશ્ય
ફિલ્મનું એક દ્રશ્ય
ફિલ્મ નિર્દેશક ડૉ. દેવમણિ
ફિલ્મ નિર્દેશક ડૉ. દેવમણિ
ફિલ્મ મેઘધનુષ્ય- ધ કલર ઓફ લવનું પોસ્ટર
ફિલ્મ મેઘધનુષ્ય- ધ કલર ઓફ લવનું પોસ્ટર
નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે સમલૈંગિક વિષય સાથે જોડાયેલી ગુજરાતી ફિલ્મ 'મેઘધનુષ્ય – ધ કલર ઓફ લાઈફ' ફિલ્મને લગતા વિવાદને નિરાંતે સાંભળવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે આગામી કમ-સે-કમ ત્રણ વર્ષ સુધી ફિલ્મ રિલિઝ થાય તેની કોઈ શક્યતા નહીં રહે.

ફિલ્મને થશે નુકશાન

જસ્ટિસ અનિલ આર. દવે તથા આદર્શ કે. ગોયલની બેન્ચે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારતી રાજ્ય સરકારની અરજી સ્વીકારી હતી. જેમાં સ્ટેટ કમિશનરે ફિલ્મને કરમુક્તિ આપવાની અરજી બે વખત કાઢી નાખી હતી. ઉચ્ચતમ અદાલતે ફિલ્મની સુનાવણી માટે ગ્રાન્ટિંગ લિવ આપ્યું હતું. વિખ્યાત વકીલ આનંદ ગ્રોવરે સુપ્રીમ કોર્ટમાં દલીલો આપી હતી. તેમણે કહ્યું હતું, "આનો મતલબ એ થયો કે, કેસ હારી જ ગયો છું. કારણ કે કોઈપણ ફિલ્મ ત્રણ વર્ષ સુધી રાહ ન જોઈ શકે."

ઉપરાંત ચુકાદો ન આવે ત્યાર સુધી કરમુક્તિ આપવા સામેનો સ્ટે યથાવત રાખવામાં આવ્યો છે. જેનો મતલબ એ કે ફિલ્મની ટિકિટ સસ્તી નહીં હોય. ફિલ્મ ત્રણ વર્ષથી લટકેલી છે અને હજુ ત્રણેક વર્ષ નીકળી જાય તેમ છે. ત્યારે ડૉ. દિવ્યમણિના કહેવા પ્રમાણે, નાના ફિલ્મ સર્જકો આટલા લાંબા સમય સુધી રાહ ન જોઈ શકે.

શું છે ગ્રાન્ટિંગ લિવ ?

કોર્ટની પ્રક્રિયા પ્રમાણે, ગ્રાન્ટિંગ લિવ મુજબ તે પહેલા દાખલ થયેલા તમામ કેસોની સુનાવણી થઈ જાય પછી જ આ કેસની સુનાવણી થશે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટમાં 'મેઘ ધનુષ્ય'ની અરજી દાખલ કરવામાં આવી હતી, તેની તત્કાળ સુનાવણી હાથ ધરવામાં નહીં આવે.

શું છે કરમુક્તિના નિયમો અને હાઈકોર્ટમાં શું થયેલું ?

વર્ષ 1997થી ગુજરાત સરકાર દ્વારા તમામ ગુજરાતી ફિલ્મોને સો ટકા કરમુક્તિ આપવામા આવે છે. જો કે,અંધશ્રદ્ધા, દૂષણો, સતી, દહેજ, દેશ વિરોધી ભાવનાને ઉશ્કેરે વગેરે જેવા વિષયો પર બનેલી ફિલ્મોને મંજૂરી આપવામાં આવતી નથી. બાદમાં કરવામાં આવેલા નિયમોમાં ફેરફાર પ્રમાણે, સેન્સર બોર્ડમાંથી જે ફિલ્મોને 'એ' રેટિંગ ધરાવતી ફિલ્મોને કરમુક્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે ફેબ્રુઆરી 2014માં ડૉ. દેવમણિની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે ઠેરવ્યું હતું કે, રાજ્ય સરકારના નિર્ણયથી ડૉ. દેવમણિના અભિવ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ થયો છે. માત્ર વિષય વિવાદાસ્પદ હોવાના કારણે તેને કરમુક્તિના લાભથી વંચિત ન રાખી શકાય.

આનંદ ગ્રોવર લડ્યાં ડૉ. દેવમણિનો કેસ

સુપ્રીમ કોર્ટમાં ડૉ.દેવમણિ મોડેથી પહોંચ્યા હતા. ત્યાર સુધીમાં બેન્ચે ચુકાદો આપી દીધો હતો. છતાં ગ્રોવરને અમુક મિનિટ્સ માટે દલીલો કરવા દીધી હતી. ગ્રોવરે દલીલ આપી હતી કે, ડૉ. દેવમણિના અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય ઉપરાંત સમાનતાના અધિકારનો ભંગ પણ થયો છે. કારણ કે અન્ય ફિલ્મ નિર્માતાઓની અરજીનો તત્કાળ નિકાલ કરવામાં આવે છે. જો કે, સુપ્રીમે તેનો ચુકાદો યથાવત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કેયાકુબને બચાવવા માટે જે વકીલો અડધી રાત્રે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. તેમાં આનંદ ગ્રોવરનો પણ સમાવેશ થાય છે. તેમના નેતૃત્વમાં જ યાકુબને બચાવવા માટેની દલીલો હાથ ધરવામાં આવી હતી.
શું છે ફિલ્મની સ્ટોરી ? ડૉ. દેવમણિનો ફિલ્મ અંગે અભિપ્રાય વાચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
X
ફિલ્મનું એક દ્રશ્યફિલ્મનું એક દ્રશ્ય
ફિલ્મ નિર્દેશક ડૉ. દેવમણિફિલ્મ નિર્દેશક ડૉ. દેવમણિ
ફિલ્મ મેઘધનુષ્ય- ધ કલર ઓફ લવનું પોસ્ટરફિલ્મ મેઘધનુષ્ય- ધ કલર ઓફ લવનું પોસ્ટર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી