સુપ્રીમે ધીરુભાઈ અંબાણીને પદ્મ વિભૂષણ આપવા વિરુદ્ધની પિટિશન કરી રદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવા સામે દાખલ કરાયેલી પિટિશનને રદ કરી દીધી છે. અગાઉ હાઈકોર્ટમાં દાખલ પિટીશનને પણ રદ કરવામાં આવી હતી.
 
હાઈકોર્ટે પણ રદ કરી હતી પિટિશન
 
- હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ જી. રોહિણી તથા ન્યાયમૂર્તિ જયંતનાથની ખંડપીઠે કહ્યું હતું કે પિટિશનમાં જનહિત જેવું કંઈ નથી. આ તો માત્ર પ્રતિષ્ઠા ખરાબ કરવા માટે કરવામાં આવેલી પિટિશન છે.
- હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે પિટિશન કરનારને પૂછ્યું હતું કે આ મામલામાં જનહિત શું છે? આ જનહિત પિટિશન નથી. તેથી આ પિટિશન પર વિચાર કરવાનો કોઈ આધાર નથી.
- આ પિટિશન પી સી શ્રીવાસ્તવે દાખલ કરી હતી. શ્રીવાસ્તવે ધીરુભાઈ અંબાણી પર અનેક ગંભીર આરોપ લગાવીને તર્ક રજૂ કર્યો હતો કે તેમને ખોટી રીતે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
 
પિટિશન કરનારે ધીરુભાઈ શું મૂક્યા હતા આરોપ?
 
તેઓએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે 25 જાન્યુઆરી 2016ના રોજ ધીરુભાઈ અંબાણીને પરણોપરાંત બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.
- તેમને આ સન્માન વેપાર અને ઉદ્યોગમાં અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે પ્રદાન કરવામાં આવ્યું હતું.
- પિટિશન કરનારે આરોપ લગાવ્યો હતો કે ધીરુભાઈએ કોઈપણ અસાધારણ અને વિશિષ્ટ સેવા પ્રદાન નથી કરી.
- એવામાં કેન્દ્ર સરકાર તરફથી તેમને પદ્મ વિભૂષણ આપવા સંબંધી જાહેર અધિસૂચનાને રદ કરવામાં આવે અને ધીરુભાઈની પત્ની કોકિલાબેનને આ સન્માન પરત કરવાનો નિર્દેશ આપવામાં આવે.
 
આગળની સ્લાઈડ્સમાં  વાંચો, આર્થિક સંકડામણ દૂર કરવા ભજીયા પણ વેચ્યા હતા ધીરુભાઈએ... રિલાયન્સની સ્થાપનાથી 62000 કરોડના માલિક બનવાની સફર... 
અન્ય સમાચારો પણ છે...