તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુરાગ ઠાકુરને રાહત, SCએ બિનશરતી માફીનામું કર્યું મંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ BCCIના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. અવમાનના કેસમાં ઠાકુરે ગુરુવારે સુપ્રીમમાં નવું માફીનામું દાખલ કરીને બિનશરતી માફી માંગી હતી. જેમાં તેણે કહ્યું કે, કેટલીક ભૂલો અને ખોટી માહિતીના કારણે આમ થયું છે. મેં કોર્ટના આદેશનો ક્યારેય અનાદર કર્યો નથી. તેથી હું કોઈપણ જાતના ખચકાટ વગર કોર્ટની બિનશરતી માફી માંગુ છું.
 
શ્રીનિવાસન અને શાહ અયોગ્યઃ સુપ્રીમ
 
સુપ્રીમે એન શ્રીનિવાસન અને નિરંજન શાહને કહ્યું છે કે તેઓ કોઈ પણ ક્રિકેટ સસ્થાના પ્રતિનિધિ કેવી રીતે બની શકે છે જ્યારે બંનેને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર્સની કમિટી(CoA)એ પોતાના રિપોર્ટમાં શ્રીનિ અને શાહ પર આરોપ લગાવ્યો હતો.
 
શું છે મામલો?
 
ગત સુનાવણીમાં કોર્ટે અનુરાગ ઠાકુરને 14 જુલાઇએ રજૂ થવાનો આદેશ આપીને બિનશરતી માફીનામું દાખલ કરવા કહ્યું હતું.  અગાઉ દાખલ કરવામાં આવેલા માફીનામાને નામંજૂર કરી કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે માફીનામાની ભાષા સ્પષ્ટ હોવી જોઈએ. જો અનુરાગ ઠાકુર બિનશરતી માફી માંગશે તો કોર્ટ તેને માફ પણ કરી શકે તેમ જણાવ્યું હતું.
 
કોર્ટે કહ્યું હતું કે...
 
સુપ્રીમ કોર્ટે અનુરાગ ઠાકુરને કહ્યું હતું કે, જો તેની સામે સાબિત થઈ જશે કે બીસીસીઆઈમાં હોદ્દા માટે તેણે ખોટા શપથ લીધા છે તો જેલ પણ જવું પડી શકે છે. સુપ્રીમમાં દાખલ કરવામાં આવેલા સોગંધનામામાં ઠાકુરે કહ્યું, ક્યારેય તેનો આવો ઈરાદો નહોતો. જો કોર્ટને આમ લાગતું હોય તો હું બિનશરતી માફી માંગવા તૈયાર છું.
 
અનુરાગે સોગંધનામામાં એવું પણ જણાવ્યું હતું કે, તે ત્રણ વખત લોકસભા સાંસદ રહી ચૂક્યો છે અને યુવા વયથી જાહેર જીવનમાં સક્રિય છું. હું અદાલતનું ખૂબ સન્માન કરું છું. અદાલતના આદેશનો અનાદર કરવામાં આવ્યો હોય તેવું મેં અત્યાર સુધી કોઈ કામ કર્યું નથી.
અન્ય સમાચારો પણ છે...