• Gujarati News
  • Saudi Arabia And Nitqat Law Its Implementations On India

આ અબ લોટ ચલે....સાઉદીમાં કામ કરતા હજારો ભારતીયો પરત ફરશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવા કાયદાથી ભારતીયોને નુકશાન, ભારત સરકાર તત્કાળ ઈમરજન્સી સર્ટિફિકેટ આપશે

સાઉદી અરેબિયાની સરકાર ટૂંક સમયમાં નિતાક્ત કાયદો લાગૂ કરનાર છે, જેના કારણે ત્યાં કામ કરી રહેલા હજારો ભારતીય મજૂરો ભારત પરત ફરશે. આ માટે તેમણે રિયાધ સ્થિત ભારતીય દુતાવાસનો સંપર્ક સાધ્યો છે અને ઈમરજન્સી સર્ટિફિકેટની માંગણી કરી છે.

વિદેશમાં વસતા ભારતીયો માટેના મંત્રાલયના પ્રધાન વાલ્યાર રવિએ જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયામાં કામ કરતા ભારતીયોએ ઈમરજન્સી સર્ટિફિકેટ મેળવવા માટે દુતાવાસનો સંપર્ક કર્યો છે. કારણ કે, તેમણે પોતાના પાસપોર્ટ્સ સ્પોનસર્સને જમા કરાવી દીધા હોવાથી ઈમરજન્સી સર્ટિફિકેટ્સની માંગણી કરી રહ્યાં છે.

ભારતીય સરકારે આવેદન કરનારાઓ તરફ નરમ વલણ અપનાવ્યું છે અને તેમને ચૂકવવી પડતી લગભગ પચાસ રિયાલની ફી માફ કરવા ઉચ્ચાયોગને જણાવ્યું છે. ટૂંક સમયમાં ભારતમાં 'રિવર્સ માઈગ્રેશન' જોવા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયાની સરકારે ત્યાં કામ કરતા મજૂરોને સ્વદેશ પરત ફરવા માટે ત્રણ મહિનાનો સમયગાળો આપ્યો હતો, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાને આરે છે. એક અંદાજ પ્રમાણે લગભગ વીસ લાખ ભારતીયો સાઉદી અરેબિયામાં કામ કરે છે. આને કારણે અહીં કામ કરતા ગેરકાયદેસર ભારતીય કામદારો ઉપરાંત ભારતીય મજૂરોની ઉપર પણ અસર થાય એમ છે. નવો કાયદો માત્ર ભારતીય નહીં તમામને લાગૂ પડશે. અહીં દર દસ કામ કરનાર પર એક સાઉદી વ્યક્તિને સુપરવાઈઝરિંગ કરવાનું કહેવામાં આવ્યું છે.