કરોડોના માલિક નેતાને આપવું પડ્યુ મંત્રીપદેથી રાજીનામું, ભાઈ આજે પણ મજૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિકરા દમનબીરના કારણે જેલ મંત્રીના પદ પરથી રાજીનામું આપનાર ધારાસભ્ય સરવણ સિંહ ફિલ્લૌર પોતે તો કરોડોની સંપતિના માલિક છે, પરંતુ જે પણ તેના મોટાભાઈ ખેતરોમાં મજૂરી કરે છે. ત્રણ ભાઈઓમાં વચ્ચેના સરવણ ફિલ્લૌરને અકાલી દળે બે કારણોથી ટિકીટ આપી હતી. પહેલું ફિલ્લૌર સીટ રિઝર્વ હતી. બીજું-ભણેલા અને કેશધારી કેન્ડિડેટ જોઈતા હતા. તે જીતીને બસ જાલંધ આવીને વસી ગયા. તેના મોટાભાઈ સોહનસિંહ અને ભત્રીજા આજે પણ ગામમાં મજૂરી કરી પરિવાર ચલાવી રહ્યા છે.
તે ચાર-પાંચ રૂમના કાચા મકાનમાં રહે છે. જ્યારે સરવણસિંહ પહેલીવાર ચૂંટણી લડ્યા તો તેનાથી પાંચ વર્ષ મોટાભાઈ સોહનસિંહ ગામે ગામ પગપાળા ફરી સંબંધીઓ પાસે વોટ માંગી રહ્યા હતા. સરવણસિંહ ફિલ્લૌરની જાલંધરમાં કરોડોની સંપત્તિ છે. તેના દિકરા દમનબીરને એસ્ટેટનો બિઝનેસ છે.
શું હતો મામલો
ફિલ્લૌરના દિકરા દમનબીરનું નામ 6000 કરોડ રૂપિયાના ડ્રગમાં સંડોવાયુ હતુ. તસ્કર જગીશ ભોલાએ પુછપરછમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ને જણાવ્યુ હતુ કે યાદવિંદરને કેમિકલ ફેક્ટરીના માલિક ચુન્નીલાલ ગાબા સાથે દમનબીરે જ મેળવ્યો હતો. યાદવિંદરની ધરપકડ થઈ ચુકી છે.
આગળની સ્લાઈડમાં વાંચો સરવણસિંહ પાસે કેટલી સંપત્તિ છે.