ચંદીગઢમાં પાકિસ્તાની કેદી સનાઉલ્લાહનું મોત, પરિવાર હતો સાથે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેન્ટિલેટર પર હતો સનાઉલ્લાહ, પાકિસ્તાનની જેલમાં થયું હતું સરબજીતનું મોત

જમ્મુની કોટ ભલવાલ જેલમાં કેદીઓના હુમલાનો ભોગ બનેલા પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ રણજયનું મોત થયું છે. મૃત્યુ સમયે સનાઉલ્લાહનો પરિવાર તેની સાથે જ હતો. હોસ્પિટલના કહેવા પ્રમાણે, સવારેસાડા પાંચ કલાકે તેનું મોત થયું હતું. ભારત તેનો મૃતદેહ પાકિસ્તાન સરકારને સોંપી દેશે.

ચંદીગઢમાં ઉચ્ચતમ સારવાર છતાં સનાઉલ્લાહની હાલતમાં કોઈ સુધારો થયો ન હતો. આથી ડોક્ટરોએ અમંગળની આશંકા વ્યક્ત કરી હતી. તે કોમામાં હતો, તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. અહીં તેનું સ્યુગર લેવલ પણ સ્થિર રહ્યું ન હતું. સનાઉલ્લાહના લોહીમાં ઓક્સિઝનનંવ પ્રમાણ ઘટી ગયું હતું, જેનાં કારણે તેને ઉપરથી મોટાપાયે ઓક્સિઝન આપવું પડતું હતું. તેના બ્લડ પ્રેશરને પણ જાળવી રાખવા માટે મહત્તમ ડોઝ આપવો પડતો હતો.
સનાઉલ્લાહની ઉપર જમ્મુની કોટ બલાવલ જેલમાં હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે તેને એર એમ્બ્યુલન્સ દ્વારા ચંદીગઢ રીફર કરવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન સનાઉલ્લાહ કોમામાં સરી ગયો હતો. તેના માથામાં મલ્ટીપલ ફ્રેકચર હોવાનું સીટી સ્કેન દ્વારા માલૂમ પડ્યું હતું. જમ્મુની જેલમાં એક પૂર્વ ફૌજીએ તેના માથા પર હથોડાથી હુમલો કર્યો હતો. આ ફૌજી હત્યાના આરોપમાં જેલમાં બંધ છે.
ભારત શબ સોંપશે
ગૃહપ્રધાન સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે, ભારતની જેલમાં બંધ કેદી સનાઉલ્લાહનો શબ તેના પરિવારજનોને સોંપી દેવાશે. તેના શબને સોંપવા માટે ભારત સરકાર શક્ય તમામ મદદ કરશે. પાકિસ્તાનની સરકાર દ્વારા એક વિમાન મોકલવામાં આવ્યું હોવાનું માલૂમ પડ્યું છે. જો આ વિમાન અસૈનિક હશે તો તેને વહેલું ક્લિયરન્સ મળી જશે તેમ પણ ઉમેરવામાં આવ્યું છે.

પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી થશે

મેડિકલ બોર્ડ દ્વારા સનાઉલ્લાહનું પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત તેને ઓટોપ્સીનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે, જેથી પાછળથી કોઈ વિવાદ ન થાય. 52 વર્ષીય સનાઉલ્લાહને કિડનીમાં તકલીફ હતી અને કેટલાક ન્યૂરોલોજીકલ પ્રોબ્લેમ્સ પણ હતા.

પાકિસ્તાનની પ્રતિક્રિયા વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો...