તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિને 4585 કરોડની કંપનીમાંથી પત્નીએ હાંકી કાઢ્યો, કર્યા હતા લવમેરેજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદીગઢઃ સંદીપ અગ્રવાલ 2011માં લોકોની નજરમાં ત્યારે આવ્યા જ્યારે તેમણે શોપક્લૂઝ.કોમ શરુ કરી હતી. આજે આ કંપની 4585 કરોડ રૂપિયાની વેલ્યૂ ધરાવે છે. કંપની કેલિફોર્નિયામાં પત્ની અને એક મિત્ર સાથે બનાવી હતી, જેમાં 12 હજાર મર્ચન્ટ અને 2 લાખથી વધુ રિટેલ પ્રોડક્ટ છે. ભારતમાં કંપની 9500 સ્થળે સક્રિય છે. તાજેતરમાં સંદીપે જણાવ્યું કે, પત્નીએ જ તેને કંપનીમાંથી કાઢી મૂક્યો છે.
 
કર્યા હતા લવમેરેજ..

- ચંદીગઢમાં સિવિલ એન્જિનિયરના ઘરે જન્મનારા સંદીપે પત્ની અને શોપક્લૂઝના પ્રમુખ સંજય શેઠી પર ગંભીર આરોપ લગાવ્યા છે.
- સંદીપ જ્યારે ઈન્દોરમાં ફાયનાન્સમાં માસ્ટર ડિગ્રી માટે આવ્યા ત્યારે તેની મુલાકાત બે વર્ષ જૂનિયર રાધિકા સાથે થઈ હતી.
- બંને વચ્ચે મિત્રતા થઈ અને બંને અમેરિકાની એક યુનિ.માં સાથે ભણ્યા અને 1997માં લગ્ન કર્યા હતા.
 
જેને કંપનીમાં લાવ્યા તેની પર જ સંદીપે લગાવ્યા ગંભીર આરોપ..

- શોપક્લૂઝના સઈઓએ બનેલા સંજય સેઠી પહેલા ઈબેમાં કામ કરતા હતા. સંદીપનો પુત્ર અને સંજયની પુત્રી સેન જોસની એક સ્કૂલમાં ક્લાસમેટ હતા.
- સંદીપ અને સંજયની મુલાકાતા એક બર્થ-ડે પાર્ટીમાં થઈ. સંદીપના કહેવા સંજય ઈબે છોડી શોપક્લૂઝમાં જોડાયા.
- 2013માં ન્યૂયોર્કના એટોર્ની પ્રીત ભરારાએ ઈનસાઈડર ટ્રેડિંગ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું, જેમાં સંદીપ પણ ફસાયા  અને તેની ધરપકડ થઈ. 
- જે પછી પત્ની રાધિકાએ ભારત આવી કામ કરવું પડ્યું, જેની સાથે સંજય સેઠી પણ હતા. હવે સંદીપને કંપનીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે.
- સંદીપનો આરોપ છે કે, પત્ની અને સંજયે ચાલાકીથી તેના વોટિંગ અધિકારો છિનવી તેને કંપનીમાંથી બહાર કરી દીધો છે. 
- સંદીપે પત્ની પર અન્ય પુરુષ સાથે આડાસંબંધો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
- રાધિકાએ પોતાના કેરેક્ટર પર આરોપ લાગ્યા બાદ જવાબ આપ્યો હતો કે, મને પાયાવિહોણા આરોપોને કારણે આઘાત લાગ્યો છે. વ્યક્તિગત જીવન અંગે મારે કોઈ વાત નથી કરવી. હું મારા ગમતા કામ સાથે કંપનીને આગળ વધારવા પર ફોક્સ કરી રહી છું.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો