સમજૌતા બ્લાસ્ટ કેસમાં સ્વામી અસીમાનંદને જામીન મળ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : સમજૌતા બ્લાસ્ટ કેસના આરોપી સ્વામી અસીમાનંદને પંચકૂલા NIA કોર્ટે રૂ. એક લાખના જામીન આપ્યા છે. મૂળ પશ્ચિમ બંગાળના સ્વામી અસીમાનંદ ધરપકડ સમયે ગુજરાતના સાપુતારાના જંગલોમાં આદિવાસીઓ વચ્ચે કામ કરતા. તેઓ મક્કા મસ્જિદ અને અજમેર બ્લાસ્ટ કેસમાં પણ આરોપી છે.
હરિયાણાની પંચકૂલા NIAએ કોર્ટે સ્વામી અસીમાનંદને રૂ. એક લાખના વ્યક્તિગત જામીન તથા રૂ. એક-એક લાખના અન્ય બે જામીન રજૂ કરવા આદેશ આપ્યો છે. તા. 18 અને 19 ફેબ્રુઆરી 2007ની મધ્યરાત્રિએ પાકિસ્તાન જતી સમજૌતા એક્સપ્રેસમાં હરિયાણાના પાણીપત નજીક દિવાના સ્ટેશન પાસે બ્લાસ્ટ થયો હતો. જેમાં 68 મુસાફરોના મોત હતા. જેમાં મોટાભાગના પાકિસ્તાનીઓ હતા.
સ્વામી અસીમાનંદનું મૂળ નામ નબ કુમાર ઉર્ફે જીતન ચેટર્જી ઉર્ફે ઓમકારનાથ છે. મૂળ પશ્ચિમ બંગાળના અસીમાનંદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વનવાસી કલ્યાણ શાખા સાથે સંકળાયેલા હતા. આ સંગઠન માટે તેમણે અંદમાન નિકોબાર દ્વિપ-સમૂહ, છત્તીસગઢ તથા ગુજરાતના ડાંગમાં આદિવાસી કલ્યાણના કામો હાથ ધર્યા હતા. અહીં તેમણે શબરીધામની સ્થાપના કરી હતી.
અન્ય સમાચારો પણ છે...