મોદી મહાકુંભમાં રાજનીતિની વાત કરશે તો અટકાવીશું: સપા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુંભ એ કાંઈ સપાની જાગીર નથી: કલરાજ મિશ્રા
મોદીનાં સમર્થક રહ્યાં છે મિશ્રા

સમાજવાદી પક્ષના નેતા રામઆસરે કુશવાહાએ કહ્યું છે કે, નરેન્દ્ર મોદી આવતા સપ્તાહે કુંભમેળામાં આવીને રાજનીતિની વાત કરશે તો તેમને અટકાવવામાં આવશે. તેમણે કહ્યું કે મહાકુંભનું આઘ્યાત્મિક અને ધાર્મિક મહત્ત્વ છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કુંભમેળામાં આવી શકે છે અને પવિત્ર સ્નાન કરી શકે છે, તથા સંતોનાં આશીર્વાદ પણ લઈ શકે છે, પરંતુ તેઓ રાજનીતિની વાતો કરશે તો તેમને અટકાવાશે. કુંભમેળો ધાર્મિક સ્થળ છે અને ધાર્મિક સ્થળ જ રહેવું જોઈએ. આ અમારી સલાહ અને વિનંતી છે.