તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Salman Khurshids Modi Jibe Disapproved By Rahul Gandhi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદી માટે સલમાનની ભાષા અસ્વિકાર્ય: રાહુલ ગાંધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ખુરશીદે નરેન્દ્ર મોદી અંગે કરેલી ટિપ્પણીથી રાહુલ ગાંધી નારાજ
- આ પ્રકારની ભાષા યોગ્ય નથી : રાહુલ


કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સલમાન ખુરશીદથી ખફા છે. આ મુદ્દે ખુરશીદે મોદી અંગે ટિપ્પણી કરી તેની સાથે જોડાયેલો છે. ફરુખાબાદ ખાતે યોજાયેલી એક સભામાં ખુરશીદે મોદીને નપુંસક કહ્યા હતા. આ અંગે રાહુલે જણાવ્યું હતું કે હું ખુરશીદની આ ટિપ્પણીને સમર્થન કરતો નથી. આવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઇએ. ખુરશીદે બુધવારે પોતાની આ ટિપ્પણીનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મોદી માટે આનાથી વધારે સારા શબ્દો મારી પાસે નથી. તે વખતે ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે જવાબ માગ્યો હતો.

ઘણા કોંગ્રેસી નેતાઓએ ખુરશીદના આ વિધાન સાથે અસહમતિ દર્શાવી છે. ખુરશીદે ફરુખાબાદમાં ગુજરાતનાં રમખાણોને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે મોદીની તોફાનોને રોકવાની રીતો ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો આવે છે, હુમલો કરે છે અને જતા રહે છે. તમે તેમનું રક્ષણ નથી કરી શકતા, તમે મજબૂત માણસ નથી? અમે લોકો તમને લોકોની હત્યાના આરોપી નથી કહેતા, અમારો આરોપ છે કે તમે નપુંસક છો. તમે હત્યારાઓને રોકી ન શક્યા.

‘ચાવાળા' ટિપ્પણી પર પણ નારાજ હતા

રાહુલે ગઈ વખતે મણશિંકર ઐયર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અંગે પણ નારાજગી દર્શાવી હતી. ઐયરે કોંગ્રેસની બેઠક દરમિયાન જણાવ્યું હતું કે મોદી ક્યારેય દેશના વડાપ્રધાન ન બની શકે. તેઓ અમારા અધિવેશનમાં ચા બનાવવા જરૂર આવી શકે છે. આ અંગે રાહુલે નારાજગી વ્યક્ત કરીને પાર્ટીના લોકોને વ્યક્તિગત ટિપ્પણી નહીં કરવા જણાવ્યું હતું. પ્રવકતાઓનું પણ માનવું હતું કે વ્યક્તિગત ટિપ્પણીના કારણે વિપક્ષોને આક્રમક થવાની તક મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો