તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Salman Khurshid Below Belt Comment On Modi Tweeter Trend

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TWEETER ફાટ્યું : મોદી નપુંસક છે એ ખુરશીદને કેવી રીતે ખબર પડી?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતનાં રમખાણોના સંદર્ભમાં નરેન્દ્ર મોદીને 'નપુંસક’ કહેનારા વિદેશ પ્રધાન સલમાન ખુરશીદ પોતાની ટિપ્પણી પર અડગ છે. તેમણે બુધવારે ફરી કહ્યું, 'તેમના (મોદીના) માટે આનાથી બહેતર કોઇ શબ્દ નથી.’
ખુરશીદે ફરૂર્‍ખાબાદમાં મંગળવારે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. એક દિવસ પછી ફરી કહ્યું, 'હું ડોક્ટર નથી. હું તેમની તપાસ કરી શકતો નથી. તેથી મારે તેમની શારીરિક સ્થિતિ વિશે કશું કહેવું નથી. જ્યાં સુધી નપુંસકનો પ્રશ્ન છે તો તેનો રાજકીય અર્થ એ છે કે કોઇ વ્યક્તિ જે કંઇ કરી શકવામાં અક્ષમ છે.’

ભાજપે તેની ટીકા કરી છે. પક્ષના પ્રવક્તા શાહનવાજ હુસેને બુધવારે જણાવ્યું 'અમે આવા શબ્દોના ઉપયોગની ટીકા કરીએ છીએ. ખુરશીદ વિદેશમાં ભણ્યા છે. લાગે છે, તેઓ દેશની સંસ્કૃતિ ભૂલી ગયા છે. ગાળાગાળી કરવા તૈયાર છે. આ વાંધાજનક ટિપ્પણી માટે કોંગ્રેસ માફી માગે.’

સલમાન ખુરશીદે મોદી અંગે કરેલી ટિપ્પણી ટ્વીટરમાં ધૂમ મચાવી રહી છે. લોકોની ટિપ્પણીઓ પણ સલમાન ખુરશીદની ટિપ્પણીની જેમ હદ વટાવી રહી છે.

ભાજપના નેતા નરેન્દ્ર મોદીની ઉપર 'નપુંસક' ટિપ્પણી કરવા અંગે કોંગ્રેસમાં બે ફાંટા પડ્યા છે. વિદેશપ્રધાન સલમાન ખુરશીદ તેમના નિવેદન પર અફર રહ્યા છે. માહિતી અને પ્રસારણ પ્રધાન મનિષ તિવારીએ તેમના નિવેદનને ટેકો આપ્યો છે.
બીજી બાજુ, રાહુલ ગાંધીએ આ નિવેદનની ટીકા કરી છે. ગુરૂવારે સવારે પત્રકારો સાથે વાતચીતમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,નરેન્દ્ર મોદી માટે સલમાન ખુરશીદની ટિપ્પણી સ્વીકાર્ય નથી. આ પ્રકારની ભાષાનું તેઓ સમર્થન નથી આપતા.

સલમાન ખુરશીદ પોતાના નિવેદન પર અફર
મંગળવારે મોદીને 'નપુંસક' કહેનારા સલમાન ખુરશીદ તેમના નિવેદન પર અફર રહ્યાં હતા. બુધવારે તેમણે આ નિવેદનનો પુનરોચ્ચાર કર્યો હતો. માહિતી અને પ્રસારણ પ્રધાન મનિષ તિવારીએ પણ આ નિવેદનને અનુમોદન આપ્યું હતું. તિવારીએ કહ્યું હતું કે, શિષ્ટ અને સભ્ય ભાષામાં જે કોઈ સારા શબ્દનો ઉપયોગ થઈ શકે તેમ હતો, તેનો ખુરશીદે કર્યો હતો.

સલમાને શું કહ્યું હતું

મંગળવારે પોતાના સંસદીય મતવિસ્તાર ફારુખાબાદમાં કેન્દ્રીય વિદેશ મંત્રી સલમાન ખુરશીદે કહ્યુ હતુ કે વડાપ્રધાન બનાવાનું સપનું જોઈ રહેલા મોદી 2002ના તોફાન વખતે કેમ કંઈ કરી શક્યા નહીં. તેમણે કહ્યુ, અમે તમને(મોદી) લોકોની હત્યાના આરોપી નથી કહેતા. અમારો આરોપ છે કે તમે નપુંસક છો. તમે હત્યા રોકી શક્યા ન હતા.

આગળ જૂઓ, ટ્વીટરમાં કેવી રીતે જામ્યો છે સલમાન ખુરશીદ, નપુંસક અને મોદીનો જંગ.....ક્લિક કરો આગળની સ્લાઇડ

તસવીર : ટ્વીટર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો