ભારત કરતાં પાકિસ્તાન-માલદીવના પ્રમુખોનો પગાર વધુ, જાણો મોદીને મળશે કેટલા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારત આજે ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહનું સાક્ષી બન્યું. રાષ્ટ્રપતિ ભવનના વિશાળ પ્રાંગણમાં 4,000 આમંત્રિત મહેમાનની હાજરીમાં નરેન્દ્ર મોદીએ ભારતના 15મા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. સમારંભમાં સાર્ક દેશોના પ્રમુખો પણ હાજર રહ્યા હતા.

એક ચાવાળાથી દેશના પ્રધાનમંત્રી સુધીની સફર અત્યંત રસપ્રદ છે. સપ્ટેમ્બર 2013માં પીએમ કેન્ડિડેટની ઘોષણા પછી કેટલાંય મહિનાઓ સુધી પોતાની પાર્ટીમાં જ સમતોલન લાવવામાં મોદીએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જો કે, 16મી લોકસભા ચૂંટણીમાં બીજેપીને ભવ્ય જીત અપાવી મોદીએ તમામ વિવેચકોની બોલતી બંધ કરી દીધી.

કેટલીય પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીને મોદી વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા છે. પીએમ બન્યા પછી નરેન્દ્ર મોદીને કેટલી સેલેરી મળશે તે જાણીએ. તે સિવાય ભારતના પડોશી અને સાર્ક દેશોના પ્રમુખોને મળતા વેતન અંગે પણ જાણીએ.

દર મહિને મળશે 1.6 લાખ રૂ.નો પગાર
ભારતના પ્રધાનમંત્રીના રૂપમાં મોદીને દર મહીને અંદાજે 1.6 લાખ રૂ.નો પગાર મળશે. જેમાં 50,000 વેતન, 3,000 સમ્પ્ચુઅરી એલાઉન્સ (ખાણી-પીણી પર થતો ખર્ચ), 62,000 ડેઇલ એલાઉન્સ અને 45,000 સંસદીય ક્ષેત્ર એલાઉન્સ મળશે. તે સિવાય સરકારી આવાસ, પ્રાઇવેટ સ્ટાફ, સ્પેશિયલ વિમાન સહિત અન્ય કેટલીય સુવિધાઓ મળશે. પ્રધાનમંત્રીને મળતા વેતન અંગે 2012માં કરવામાં આવેલ આરટીઆઇના જવાબમાં આ ખુલાસો કરવામાં આવ્યો હતો.
આગળ જાણો, ભારતના પડોશી દેશોના નેતાને કેટલી સેલરી મળે છે
(તસવીરમાં પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ હસ્તાક્ષર કરતાં નરેન્દ્ર મોદી)