કેન્દ્રીય કર્મીઓનો પગાર 18થી 30 ટકા વધવાની સંભાવના, સમિતિએ આપ્યો રિપોર્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના 30 લાખથી વધુ કર્મચારીઓના પગારમાં 18થી 30 ટકા સુધીનો વધુ વધારો થઇ શકે છે. આ બાબતના સંદર્ભમાં એક રિપોર્ટ સચિવોની સમિતિએ નાણામંત્રાલયને સુપરત કર્યો છે. તેમાં 7મા પગારપંચની ભલામણોમાં સુધારા કરવાની સલાહ આપવામાં આવી છે.

સૂત્રો મુજબ નાણામંત્રાલય આ રિપોર્ટ અંગે ટૂંક સમયમાં જ નોંધ તૈયાર કરીને કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરશે. તેના પર ચાલુ મહિને અંતિમ નિર્ણય લઇ શકાય છે. સરકાર આ સમિતિના રિપોર્ટને સંપૂર્ણપણે લાગુ કરવાની વાત પહેલાં જ કહી ચૂકી છે. સમિતિના રિપોર્ટ પર સરકારની મહોર લાગવાની બાકી છે.
આટલો વધુ વધારો થશે
- પગારપંચે કર્મચારીઓ માટે ન્યૂતમ 18,000 રૂપિયા અને મહત્તમ 2,25,000 રૂપિયા (કેબિનેટ સચિવ અને આ સ્તરના અધિકારીઓ માટે 2,50,000 રૂપિયા)ની ભલામણ કરી હતી.
- સચિવોની સત્તા પ્રાપ્ત સમિતિએ તેમાં 18થી 30 ટકાના વધારાની વાત કહી છે. એટલે 18,000ને બદલે હવે 27,000 અને 2,25,000ને બદલે 3,25,000 રૂપિયા પગાર થઇ શકે છે.

નવા માળખાના વેતનથી હોદ્દો નક્કી થશે

7મા પગારપંચે વર્તમાન ‘ગ્રેડ-પે’ વ્યવસ્થા નાબૂદ કરવાની ભલામણ કરી છે. તેને પગારના મેટ્રિક્સ (માળખા)માં સામેલ કરવામાં આવ્યું છે. તેનાથી કર્મચારીઓનો હોદ્દો હવે ગ્રેડ-પેને બદલે નવા માળખાના પગારથી નક્કી થશે.
- સાતમું પગારપંચ 1 જાન્યુ.થી

7મું પગારપંચ પહેલી જાન્યુઆરી 2016થી લાગુ થવાનું છે. કેન્દ્રમાં તેના લાગુ થવાની સાથે જ રાજ્ય સરકારો પણ થોડા-ઘણા સુધારાઓની સાથે તેને પોતાના કર્મચારીઓ માટે લાગુ કરી દે છે.
અન્ય સમાચારો પણ છે...