તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેગીના સેમ્પલમાં ફરી ગોટાળા, NESTLE-ડિસ્ટ્રીબ્યૂટર્સને 62 લાખનો દંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાહજહાંપુર: નેસ્લે કંપની તેમની પ્રોડક્ટ મેગી નુડલ્સના સેમ્પલમાં ફરી ગોટાળા હોવાના કારણે ચર્ચામાં આવી છે. આ વખતે યુપી શાહજહાંપુરની એડીએમએ 62 લાખનો દંડ ફટકાર્યો છે. તેમાંથી રૂ. 45 લાખ કંપનીને અને રૂ. 17 લાખ અન્ય 8 ડિસ્ટ્રીબ્યૂટર્સે આપવાના રહેશે. નોંધનીય છે કે, બે વર્ષ પહેલાં મેગીમાં શરીરને નુકસાન કરે તેવા તત્વો મળ્યા હોવાથી તેનો સમગ્ર દેશમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

 

નેસ્લેએ કર્યો પોતાનો બચાવ


- નેસ્લે ઈન્ડિયા કંપનીએ તેને 2015ના ફૂડ સ્ટાન્ડર્ડ સાથે જોડાયેલો જૂનો કેસ ગણાવ્યો છે.
- કંપનીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, અમે દાવો કરીએ છીએ કે, મેગી નૂડલ્સ 100 ટકા સેફ છે. અમને હજુ દંડ મામલે કોઈ નોટિસ મળી નથી. પરંતુ એવી માહિતી મળી છે કે, ટેસ્ટ કરવામાં આવેલ સેમ્પલ 2015નું છે. જેમાં અમુક શરીરને નુકસાન કરે તેવા તત્વો જોવા મળ્યા છે.

 

અમે આગળ અપીલ કરીશું


- કંપનીએ તેના નિવેદનમાં વધુમાં લખ્યું છે કે, અમે આ વિશે કોર્ટના ઓર્ડરની રાહ જોઈ રહ્યા છીએ. ઓર્ડર મળ્યા પછી અમે અમારી રીતે અરજી કરીશું. 2015માં નેસ્લે ઈન્ડિયા અને અમુક કંપનીઓએ આ મામલે અધિકારીઓને સ્ટાન્ડર્ડ નક્કી કરવાની અપીલ કરી હતી. ત્યારપછી અધિકારીઓએ ઈન્સ્ટન્ટ નુડલ્સ માટે અમુક સ્ટાન્ડર્ડ નક્કી કર્યા હતા અને હવે અમારી પ્રોડક્ટ્સમાં આ જ સ્ટાન્ડર્ડને ફોલો કરવામાં આવે છે.

 

ફૂડ ઓથોરિટીને 2015માં 3 પ્રોબ્લેમ્સ મેગીમાં દેખાયા હતા


- મેગીમાં લેડ તેની માત્રા કરતા વધારે હતી.
- કંપની 'નો એડેડે એમએસજી'નું લેબલ લગાવીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
- મેગી ઓટ્સ મસાલા નૂડલ્સ વિથ ટેસ્ટમેકર પ્રોડક્ટને અપ્રૂવલ મળ્યા વગર વેચવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...